*ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧*

ગુર્જર ઈતિહાસ
પંચાસર નગરીનું રાજ્ય :-
ઈસ્વીસનના છઠ્ઠા સૈકામાં કચ્છના નાના રણને અડીને રૂપેણ નદીના કિનારે પંચાસર નગરમાં ચાવડા વંશના રાજપુત રાજાની રાજધાની હતી.જેના છેલ્લા રાજા જયશિખરી ચાવડા હતા.જયશિખરીની રાજ્ય સત્તા સમગ્ર ગુજરાત ઉપર હતી. રાજા અને પ્રજા સર્વ પ્રકારના વૈભવથી સુખી હતા. જેનું વર્ણન શંકર નામના ગુર્જર કવિએ દક્ષિણના કલ્યાણી નગરીના ભુવડ રાજા પાસે કર્યું.જેથી લોભાઈને ભુવડ રાજા ગુજરાત ઉપર ચડી આવ્યો. લડાઈમાં જયશિખરી રાજા હાર્યો અને માર્યો ગયો. પંચાસર નગરીને ભુવડ રાજાએ વેરવિખેર કરી નાખી. જયશિખરી મરાયાના સમાચાર જાણી તેની રાણી રૂપસુંદરી જે સગર્ભા હતી તે દુશ્મનના હાથમાં ન આવતાં તેના ભાઈ સુરપાળ સાથે જંગલમાં ગુપ્ત વેશે ચાલી ગઈ અને વનમાં પુત્રનો જન્મ આપ્યો વનમાં જન્મ થયો હોવાથી આ બાળકનું નામ વનરાજ રાખવામાં આવ્યું વનરાજ ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને જંગલના વનવાસી બાળકો સાથે હરતા ફરતા તેમાં અણહીલ નામના એક ભરવાડ બાળક સાથે તેની મિત્રતા બંધાઈ. અણહીલ ભરવાડ આ જંગલનો ભોમીયો હતો અને સાથે સાથે નીડર અને સાહસિક પણ હતો મામા સુરપાળે બન્ને બાળકોને બાણવિદ્યા, તલવારબાજી અને ઘોડેસવારી જેવી કળાઓ શિખવી અને બપોરના સમયે માતા રૂપસુંદરી પોતાના પુત્ર વનરાજ અને અણહીલ ભરવાડને ઇતિહાસની વાતો કરતાં કરતાં શિક્ષણ અને રાજ્ય વહીવટ શીખવતી અને આ બંને મિત્રોને ચાંપરાજ નામનો એક યુવક જંગલમાં મળ્યો જેના તીરનું નિશાન કદી ખાલી જતું ન હતું તેઓને મહાન ધનુષ્યધારી મિત્ર મળી ગયો.મામા સુરપાળ અને માતા રૂપસુંદરીના માર્ગદર્શન હેઠળ ત્રણે મિત્રોએ વનવાસી પ્રજાના સહયોગથી લડાયક માણસોની ટોળી બનાવી અને મોટા થતાં પોતાના પિતાનું વેર વાળવા અને પોતાના પિતૃરાજ્ય ઉપર રાજ કરતા દુશ્મનો ઉપર વનરાજે હુમલો કરી પરાજય આપી ગુજરાતમાંથી હાંકી કાઢયા અને પોતાના પિતાનુ રાજ્ય પાછું મેળવ્યું. સંઘર્ષ દરમિયાન રૂપેણ નદીને કાંઠે આવેલ આ પંચાસર નગરીનો નાશ થવાથી સરસ્વતી નદીના કિનારે નવુ નગર વસાવવાનો વિચાર આવ્યો, આથી પોતાના દુ:ખના દિવસોમાં સાથ આપનાર મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી સરસ્વતી નદીના કિનારે અણહિલપૂર પાટણ નવું નગર વસાવ્યું અને અન્ય મિત્ર ચાંપરાજને રાજ્યનો સેનાપતિ અને આ રીતે અણહિલપૂર પાટણમાં પોતાની રાજ્યગાદો સ્થાપી. તથા પોતાના બાળપણના જંગલના વસવાટ જીવન દરમ્યાન જૈન સાધુ શીલગુણસૂરિ મહારાજના સહવાસમાં આવેલ તેમની યાદમાં પાટણમાં (અણહીલપૂર પાટણ) પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર બંધ‍ાવ્યુ જેમાં આજે વનરાજ ચાવડાની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આમ આગળ જતા ઈતિહાસમાં પોતે અણહિલપૂર પાટણનો સ્થાપક વનરાજ ચાવડા તરીકે પ્રસિધ્ધ થયો.તેમની વંશાવલી આ પ્રમાણે છે.



*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨*
જય શિખરી સને ૬૯૬ થી ૭૪૬
વનરાજ સને ૭૪૬ થી ૮૦૬
યોગરાજ સને ૮૦૬ થી ૮૪૨
ક્ષેમરાજ સને ૮૪૨ થી ૮૬૬
ભુવડરાજ સને ૮૬૬ થી ૮૯૫
વૈતસિરાજ સને ૮૯૫ થી ૯૨૦
રત્નાદિત્યરાજ સને ૯૨૦ થી ૯૩૫
સામન્તસિંહ સને ૯૩૫ થી ૯૪૨
આમ (ઉપર મુજબ વનરાજ ચાવડા વંશનો ૨૦૦ વર્ષના શાસનમાં છે છેલ્લો રાજા સામંતસિહ હતા. તે પ્રમાદી અને મોજ વિલાસી હતા, પ્રામાણિક ન હતા, તથા તેના રાજયમાં પ્રજા પણ સુખી કે સંતોષી નહતી તે સમયે કનોજ (કાન્યકુબ્જ) ના ચાલુક્ય વંશના એક રાજકુમાર રાજિ પોતાના બંને ભાઈઅો બીજ અને દંડકની સાથે સૌરાષ્ટ્રમાં સોમનાથની યાત્રાએ નિકળેલ હતા, તે વખતે વચ્ચે સરસ્વતી નદી ના કિનારે સ્નાન અને સંધ્યા માટે આવ્યા એ સમયે રાજા સામન્તસિંહના અનુચરો પોતાના ઘોડાઅોને પાણી પાવા માટે નદીઅે આવ્યા પાણી પાયા પછી એક અશ્વરોહકે તેની ઘોડીના પેટ ઉપર જોરથી પગની એડી મારી આ જોઇ કનોજ રાજ કુમાર રાજિને ભારે દુઃખ થયું, તેણે રાજા સામંતસિંહ ના અનુચરોને કહ્યું કે, આ ઘોડી સગર્ભા છે, અને તમારા પગની એડીના પાપી તેની પેટમાં જે વછેરો છે. તેની આંખ છંટી ગઈ, અનુચરોએ આ વાત રાજય !દરબારમાં જઈ સંભળાવી પરંતુ તે સમયે ત્રણે રાજકુમારો સોમનાથની યાત્રાએ નીકળી ચુક્યા હતા.
બે માસ બાદ, પેલી ધોડીને સુંદર પંથક૯યાણી નિશાનવાળો (ચાર પણ સફેદ અને કપાળમાં સર્કડ ટીલું) વછેરો જમ્યો હતો, પરંતુ પેહલા કનોજ રાજ કુમાર રાજિના કહેવા પ્રમાણે તેની એક આંખ ફુટેલી હતી તે ઉપરથી રાજા સામનસિંહ આ રાજ કુમારો કોણ છે. તેમની ભાળ મેળવવા પોતાના માણસોને આજ્ઞા આપી તે દરમ્યાન સોમનાથ યાત્રાથી પાછા ફરતા ત્રણે રાજ કુમારોનો સંપર્ક કરી રાજા સામંતસિહના રાજ દરબારમાં સન્માન સહિત લાવવામાં આવ્યો,અશ્વવિધા માં નિપુણ અને ચતુરતા જોઈને રાજ કુમાર રાજિને પોતાના રાજયમાં સારા અધિકાર ઉપર નિમણુક આપી અને પાછળથી પોતાની બહેન લીલાવતીને કનોજના ના રાજ કમાર રાજિ સાથે પરણાવી સમય જતા રાજવૈઘના સહયોગથી લીલાવતીને પુત્રનો જન્મ થયો પરંતુ પ્રતિ સમયે લીલાવતીને બચાવી ન શકાતાં તેણી મૃત્યુ પામી. ખામ પ્રસુતિ સમયે જે પુત્રનો જન્મ મુળ નક્ષત્ર માં
થવાથી તેનું નામ મુળરાજ રાખેલ, સામંતસિંહ ને કોઈ જ સંતાન ન હોવાથી મુળરાજ ઉપર અપાર પ્રેમ અને લાગણી હતી, પોતાના મામાના રાજકુટુંબમાં ઉછરીને મોટો થયેલો !
પુત્રના લક્ષણ પારણામાં તેમ ઘણો જ તેજસ્વી અને હોંશિયાર હતો આગળ જતા મૂળરાજ ને ઘણીવાર ગાદી ઉપર બેસાડી ઉઠાડી મુકતા, મુળરાજ ઉંમરલાયક થયો. વળી સામતસિંહ બોલતા કે અમારા વડીલોના દુશ્મનોનો પુત્ર છે, તેને ગાદી કેમ અપાય. નામ સામન્તસિંહ મૂળરાજનું વારંવાર અપમાન કરતા હતા.



*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૩*

મુળરાજ બાલ્યાવસ્થાથી જ એકવચની, ખારીલો અને ટેકીલો હોવાથી તે. લાયક ઉમરનો થવા પોતાના મામાનું અપમાન સહન કરી શક્યો નહીં. મામાની ગાદી પ્રાપ્ત કરવી એવો દૃઢ નિશ્ચય કરી રાજયના અંગભૂત માણસોને મોટી મોટી લાલચો આપીને પોતાના પક્ષમાં લઈ એક સમયે લાગ સાધીને મૂળરાજે પોતાના મામા સામંતસિંહને મારી નાખી પોતે પાટણની ગાદી પર છે અને ગાદી વારસોનો નાશ કર્યો. એ રીતે પાટણ રાજયમાં ચાવડા વંશાનો નાશ કરી ચાલુક્ય વંશની સ્થાપના કરી. અને આ વંશને પાછળથી સોલંકી વંશ તરીકે ઓળખવામાં આવે છે. તેની તવારીખ નીચે મુજબ છે.

૧. મૂળરાજ સને ૯૪૨ થી ૯૯૭
૨. ચામુંડારાજ સને ૯૯૭ થી ૧૦૧૦
૩. દુર્લભરાજ સને ૧૦૧૦ થી ૧૦૨૨
૪. ભીમદેવ (પહેલો). સને ૧૦૨૨ થી ૧૦૭૨
૫. કર્ણદિવ સને ૧૦૭૨ થી ૧૦૯૪
૬. જયસિંહ(સિધ્ધરાજ) સને ૧૦૯૪ થી ૧૧૪૩
છે. કુમારપાળ સને ૧૧૪૩ થી ૧૧૭૪
૮. અજયપાળ સને ૧૧૭૪ થી ૧૧૭૭
૯ મૂળરાજ (બીજો) સને ૧૧૭૭ થી ૧૧૭૯
૧૦. ભીમદેવ (બીજો) સને ૧૧૭૯ થી ૧૨૪૩
૧૧. ત્રિભોવનદેવ સને ૧૨૪૩ થી ૧૨૪૪

શકે ૯૧૪ વિક્રમ સંવંત ૧૦૫૦ ના વૈશાખ સુદ અખાત્રીજ ના દિવસે મુળરાજે રુદ્રમહાલ નુ ખાત મુહુર્ત કર્યુ.

મૂળરાજનો હક્ક આ ગાદી પર નહીં હોવાથી આસપાસના રાજાઓએ બળવો અને લડાઈ કરી. શરવીર મુળરાજે સઘળાનો પરાજય કર્યો. કેટલાંક વર્ષો ઝધડા સમાવતાં થયા.
છેવટે રાજયમાં શાંતિ સ્થાપના થતાં રાજયની ઉપજ વધતાં મુલકનો બહોળો વિસ્તાર થયો છે મહારાજા મુળરાજે પાછળથી દક્ષિણ અને સોરઠના રાજ્યો જીતી લીધાં તેમજ ગુજરાતની ઉત્તરમાં ! રાજસ્થાન અને પૂર્વમાં માળવાનો કેટલોક વિસ્તાર પણ કબજે કર્યો અને આમ ગુજરાતમાં ચાલુકય વંશની સ્થાપના થઈ.

- અગાઉ જણાવી ગયા પ્રમાણે કનોજથી આવેલ મૂળરાજના પિતા રાજિ સાથે તેમના બે કાકાઅો બીજ અને દંડક પણ હતા જેમને મુળરાજે ઉત્તર ગુજરાતના વ્યાધ્રોલી પરગણાનો ગરાસ
આપ્યો જે આજે વાઘરોલ ગામ તરીકે ઓળખાય છે. ત્યાંથી આ વાધેલાનોએ ધોળકામાં પોતાની જાગીર બનાવી આ વાધેલા વંશાની તવારીખ નીચે મુજબ છે.

ક્રમશ:

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૪*

૧.વિશાળદેવ સને ૧૨૪૪ થી ૧૨૬૪
૨.અર્જુનદેવ સને ૧૨૬૪ થી ૧૨૭૫
૩.સારંગદેવ સને ૧૨૭૫ થી ૧૨૯૭
૪. કરણદેવ સને ૧૨૯૭ થી ૧૩૦૪

આ છેલ્લા ક્ષત્રિય રાજા કરણદેવ અવિચારી, જુલમી અને વ્યભિચારી હતા અેવુ જાણવા મળે છે એ વાઘેલા વંશના હોવા છતાં દુરાચારી હોવાથી લોકો તેમને કરણઘેલો કહેતા ગુજરાતના પ્રથમ નવલકથા લેખક શ્રી નંદશંકર તુળજાશંકરે કરણઘેલો નામની નવલકથા લખી છે નવલકથા ના તથ્યો શુ છે કેટલા સત્ય છે કેટલા સત્ય નથી અે આપણો વિષય નથી તેમાં આ વંશની અલ્લાઉદ્દીન ખીલજી મુસ્લિમ મૂર્તિભંજક શાસક દ્વારા કેમ પતન થયું તેની કથા આલેખવામાં આવી છે. પરંતુ અૌદિચ્યો ના ઈતિહાસનો સીધો સંબંધ આ ત્રણસો વર્ષના સમય કાળને લગતો હોવાથી આપણે પહેલા રાજરાજેશ્વર મૂળરાજનો થોડો ઈતિહાસ જોઈએ.

મૂળરાજની પટરાણીનું નામ માધવી હતુ અને તેનાથી મૂળરાજને ચામુંડારાજ નામે પુત્ર થયો પાટવી કુંવર ચામુંડારાજે લાટપ્રદેશ (દક્ષિણ ગુજરાત) ઉપર ચઢાઈ કરી પ્રદેશ કબ્જે કર્યો.
અને લાટપ્રદેશના પરિવારની કુંવરી સહીત રાજપરિવારને કેદ પકડી અણહિલપૂર પાટણ લઈ આવ્યો. પરંતુ માતા માધવી દેવીએ લાટ રાજ્ય પરિવારને મુક્તિ આપી અને રાજકુંવરી પલ્લવીને પોતાની સીધી દેખરેખ નીચે રાખી. લાટ કુંવરી પલ્લવી સંગીત અને નૃત્યવિઘામાં અત્યંત નિપુણ હતી આગળ જતા રુદ્રમાળની સ્થાપના દિને માધવી દેવીના આગ્રહને વશ થઈને પલ્લવી કુમારીએ !પોતાની સંગીતવિદ્યા અને નૃત્યકલા વડે રાત્રી સમયે મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈને સોના આશ્ચર્યચક્તિ કરી દીધા. પાછળથી તેણીની ઈચ્છા જાણી તેનો સંબંધ ચામુંડારાજ સાથે જાહેર કર્યો ! અને તે પછી ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં.

કુદરતી નિયમ અનુસાર વૃદ્ધાવસ્થામાં આવી પહોંચતાં રાજયસુખ મિથ્યા-મોહકરૂપ લાગવા માંડ્યું.
પાંડવોને જેમ ગોત્ર ગર્દન કરી રાજ્ય પ્રાપ્ત કરતાં પાપનો પાશ્ચાતાપ થયો હતો, તેમ મૂળરાજને મોસાળ પક્ષના ગોત્ર ગર્દનનો પાશ્ચાતાપ થવા લાગ્યો. રાત્રી-દિવસ ક્યા ઉપાયથી પાપ મુક્ત થાઉં તેને માટે વિદ્વાનોની સલાહ લેવા લાગ્યો. બ્રાહ્મણોને તરહ તરહના દાન આપવાં છતાં ! તેનું ભગ્ન થયેલું હૃદય કોઇપણ પ્રકારે શાંત થયું નહીં.

દેશળ અને વિશાળ જાડેજાઓનો ટૂંકો વૃતાંત :-

મુળરાજ જ્યારે પાટણની ગાદી ઉપર હતો, ત્યારે કચ્છમાં લાખો ફલાણી રાજ્ય કરતો હતો તેણે કેટલાક ભાયાતોના ગામો ખાલસા ક્યાં હતાં.જેમાં દેશળ અને વિશળ નામના ભાઈઓ વાગડના બંધડી ગામના માલિક હતા. તે ગામ લાખા ફુલાણીએ દેશળ વિશાળા ન કબજામાંથી પડાવી લીધું. જેથી આ બંને ભાઈઓ કચ્છ રાજય સામે બહારવટે નીકળ્યા અને પાટણના મુળરાજ સોલંકીના દરબારમાં નોકર તરીકે રહ્યા. એ સમય કાંટીયા વરણનો હતો જ મૂળરાજે બન્ને ભાઈઓને ઘોડારની દેખભાળ સોંપી. પોતાની ઈચ્છાનુસાર નોકરી મળવાથી બંને જણા રાજી હતા.
ક્રમશઃ


*અૌદિચ્ય સહસ્ત્ર બ્ર‍ાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૫* 

પોતાની ઈચ્છા ગુપ્ત બહારવટું કચ્છ ઉપર ખેડવાની હતી. ઘોડાના ઉપરી થતાં ઈચ્છા બહાર આવી.હંમેશાં રાત્રે એ ગુપ્ત રીતે ઘોડીઓ ઉપર સવાર થઇ કચ્છ મુલકમાં જતા,ગામડાઓમાં ધાડલૂંટ કરી પાછા દિવસ ઉગ્યા પહેલાં પાટણમાં કોઇ ન જાગે તે પહેલાં દાખલ થતાં આવી રીતે કેટલાક વરસ ચલાવ્યું. એક દિવસ એવુ બન્યું કે બંને ભાઈ કચ્છમાં લૂંટ કરી નિયમિત સમયે પાટણમાં આવવા પાછા ફર્યા, દરમ્યાન પાટણ નજીક આવતાં ભૂલા પડ્યા અને પાટણથી જરા આગળ ચાલ્યા ગયા રસ્તામાં થાક લાગવાથી આરામ માટે ઘોડા પરથી નીચે ઉતરી ઘોડાની ઝીલો પાથરી આડે પડખે સૂતા, તેવામાં એક અદભૂત ચમત્કાર તેમના જોવામાં આવ્યો. સરસ્વતી નદીના કિનારા પર પોતાનાથી જરા દૂર એક દેવ સભા ભરાયેલી તેમના જોવામાં આવી. દેવસભા અને તેની વાતચીત તરફ તેમનું ધ્યાન ગયું. પાછલી અર્ધપ્રહર રાત્રી રહે દેવસભા વીખરાઈ, આકાશ માર્ગે ચાલી ગઈ તે આ બન્ને ભાઈઓએ જોઈ. સૂર્ય ઉગવાનો સમય જોઈ પોતાનું પાટણ પાછળ રહી ગયાનો પાશ્ચાતાપ કરી ઘોડાપર સવાર થઇ પાટણ આવ્યા. હંમેશના કરતાં આજે તેમને મોડું થયું. સુર્યનો ઉદય થઈ ગયો. લાંબી મુસાફરીના કારણે ઘોડીઓ પસીનાથી રેબઝેબ થઈ ગઈ અને ઘોડીનો સામાન પસીનાથી પલળી ગયો. આ કસબ ફીકો ન પડે તેટલા માટે બંને ભાઈઓ તાબડતોડ સામાન એક બાજુ મૂકી ઘોડીઓનો પસીનો લૂછવા લાગ્યા. એવામાં અચાનક મહારાજા મૂળરાજ સોલંકી વહેલા જાગ્રત થઈ, પોતાના ઘોડાઓ જોવા ઘોડારમાં આવ્યા તો આ બન્ને ભાઈઓને ઘોડીઓને માલીશ કરતા જોઈ રાજા તેમની પાસે આવી પૂછવા લાગ્યા કે મારા શૂરવીર રજપૂતો, આ શું કરો છો ?

દેશળે જવાબ આપ્યો કે મહારાજા ઉનાળાની ઋતુ હોવાથી ઘોડીઓને પસીનો થવાથી અમે લૂછીએ છીએ.

મહારાજા બોલ્યા કે આ બધા ધોડાઓને પસીનો થાય છે ? જી હા, સઘળાને માલીસ કરી રહ્યા છીએ. ફક્ત આ બે ઘોડીઓ જ બાકી રહી છે.

મુળરાજ કહેવા લાગ્યા : રાજપૂતો તમારી હક નોકરીને હું ધન્યવાદ આપું છું. એમ બોલતાં મૂળરાજની નજર ઘોડીઓના સામાન ઉપર પડી, જેથી સામાન જોઈ બોલ્યો : બહાદુરો,ઘોડાને પસીનો થાય તેમ આ સામાનને પણ થતો હશે ? દેશળ ચમક્યો. પોતાનો કસબ ફીકો થયો જાણી બોલ્યા : મહારાજ ક્ષમા કરો ! સામાનને પસીનો ન થાય, પણ અમે આ બન્ને ઘોડીઓ પર રાત્રીએ હંમેશા સવાર થઈ લાંબી મજલ ખેડીએ છીએ. અમે કચ્છ રાજ્યના ભાયાત છીએ. હંમેશા રાત્રે પ્રથમ પ્રહરમાં નિકળી કચ્છના ગામો ભાંગી પાછલી રાત્રીએ કોઈ ન જાણે તેમ પાટણમાં દાખલ થઈએ છીએ. પણ આજે અમે નવાઈ લાગે તેવો બનાવ જોયો તેથી મોડુ થયું. અમારી ચોરી કરવાની કામગીરી ખુલ્લી પડી. મહારાજા ! અમો જુઠું બોલ્યા તેની માફી આપશો.

મુળરાજે પોતે નવીન બનાવની હકીકત જાણવા ઉત્સાહી થયો. અરે !! રાજપુતો શું તમે નવીન જોયું તે મને કહો.
ક્રમશઃ


અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૬

મહારાજને દેશળ કહ્યું કે, અમો પાટણનો રસ્તો ચૂકી ગયા અને આગળ નીકળી ગયા ત્યાં એક ગામડામાં સરસ્વતી નદીના કિનારે એક વટવૃક્ષ નીચે ઉતરી પડ્યા. ઘડીવાર વિશ્રાંતિ ! લેવા બેઠા, દરમ્યાન થોડે દૂર એક ભવ્ય દેવસભા ભરાયેલી અમે જોઈ અને થોડીવારમાં તે સભા બરખાસ્ત થઈ સઘળા દેવો આકાશ માર્ગે ચાલ્યા ગયા. આ બનાવ જોવામાં અમોને વખત ગયો તેથી અમો આજે મોડા આવ્યા છીએ.
- મૂળરાજ - બહાદુરો, તમારો અપરાધ નથી.
બ્રાહ્મણોના મુખથી મારા સાંભળવામાં પણ આવ્યું છે કે સરસ્વતી નદી મહાન પવિત્ર છે અને તેના તીરે હંમેશા રાત્રીએ, દેવસભા ભરાય છે. આ સાંભળવું મને સત્ય લાગતું ન હતું, પણ તમારા બોલવાથી હવે સત્ય લાગે છે. માટે !તમો મને આવતીકાલે રાત્રીએ તે સ્થળે લઈ જાઓ, હું એ પવિત્ર દેવસભાના દર્શન કરવાને આવીશ. એમ નિશ્ચય કરી રાત્રીએ નીકળવાનું નક્કી કરી મૂળરાજ રાજમહેલમાં આવ્યો.
મૂળરાજનો દેવસભામાં પ્રવેશ અને તેનું પરિણામ :-

સંકેત પ્રમાણે પાછલી રાત્રીએ દેશળ અને વિશળ મૂળરાજ સાથે પાટણથી નીકળી બાર ગાઉ ઉપર સરસ્વતિ નદીના કિનારા ઉપર પોતે ગઈ રાત્રીએ જ્યાં વિશ્રાંતિ લીધી હતી તે સ્થળે આવી ઊભા રહ્યા, એટલે વિશળે ઘોડા ઉપરથી ઝીલો લઈ પાથરી આપી કે જેથી !મૂળરાજ તેના ઉપર બેઠા અને બન્ને ભાઈઓ પડખે ઊભા રહ્યા. હંમેશના રિવાજ મુજબ રાત્રીનો
પાછલો પ્રહર બાકી રહ્યો હશે ત્યારે મૂળરાજ અને દેશળ જરા વાતચીત કરતા હતા તેવામાં નદીનાં કાંઠા ઉપર તેજસ્વી પ્રકાશ પુંજ ફેલાઈ ગયો. પ્રકાશ જોતાં દેશળે મહારાજા મૂળરાજની દૃષ્ટિ તે તરફ ફેરવી. જોતજોતામાં ગઈ રાત્રીની માફક ઝીલો પથરાઈ અને એક ભવ્ય સિંહાસન અને અનેક ખુરશીઓ ગોઠવાઈ ગઇ. અને એક પછી એક આકાશ માર્ગે ઊતરતા પુરુષોએ ખરશીની બેઠકો લીધી. છેવટે યોગેન્દ્ર મહાત્મા પોતાની અર્ધાગના સાથે આવી સિંહાસન ઉપર બિરાજ્યા. ખુરશી પર બેઠેલા પુરુષોએ ઊભા થઈ નમન ક્યું. આ બનાવને રાજપૂતો ભૂત-પીશાચના રૂપમાં માનતા હતા. પાટણના મહારાજા મૂળરાજ પૂર્વના સંસ્કારોના ગોબ્રાહ્મણ પ્રતિપાળ દેવરૂપ હોવાથી આ બનાવ જોઈ મહાન આનદ પામ્યા દેવસભામાં બિરાજેલા દેવ અરસપરસ ગિરવાણગિરામાં બ્રાહ્મણોનું નિત્ય કર્મ અને બ્રાહ્મણ સેવાનું પ્રાપ્ત થતું ફળ એ વિષય ચર્ચાવી તે ઉપર ભાષણો આપવા લાગ્યા. પ્રતાપી મૂળરાજ રાજપૂતોને ઘોડા પાસે ઊભા રહેવાનું કહી પોતે હિંમત ધરી સભામાં કોઈ ન જાણે તેમ ગુપ્ત રીતે જઈને બેઠો. અડધા પ્રહર પછી સભા બરખાસ્ત થતાં દેવોની માલણે હમેશના રિવાજ મુજબ દરેક દેવને ફુલનો હાર પહેરાવ્યો. જેમ જેમ હાર મળતા ગયા તેમ તેમ તે આકાશ માર્ગે વિદાય થતા ગયા. ભૂલથી માલણે મૂળરાજને પણ હાર પહેરાવ્યો. માલણ હંમેશની ગણતરી પ્રમાણેના ફૂલના હાર લાવી હતી. પરંતુ મહારાજ મુળરાજને એક હાર પહેરાવવાથી વરૂણદેવ હાર વગરના રહ્યા. તેથી વરૂણ પોતાનું અપમાન માની !માલણને શ્રાપ દેવા તૈયાર થયા. વરૂણ દેવને માલણ બોલી હું મારા નિયમ પ્રમાણે હંમેશા હાર લાવું છું. એમા કોઈ ભૂલ થાય જ નહીં માટે કોઈ દેવસ્વરૂપી મનુષ્ય આ સભામાં ગુપ્ત રીતે પ્રવેશીને તમારો હાર પહેરી ગયો હશે એમ ખાતરીથી કહું છું, માટે તેની તપાસ કરો, મારો અપરાધ નથી.

ક્રમશઃ

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૭*
સઘળી સભા ચાલી ગઈ માલણ અને વરૂણદેવ સિંહાસન પર બિરાજેલા મહાદેવજી પાસે અરજદાર થયા મુળરાજ પણ ના ચમત્કારી બનાવથી ગભરાઈ ગયો. ને પોતાની જગ્યા અે સ્થિર ઊભો રહ્યો. મહાદેવજીએ કહ્યું વરૂણદેવ માલણનો અપરાધ નથી. ભુલથી હાર પેલા! સામા ઊભેલા મનુષ્યે પહેર્યો છે, એ આ ભૂમિનો મહીપતિ છે. પૂર્વે દેવ હતો. પણ મારા અપરાધ થી પતીત થઈ પૃથ્વી પર રાજા રૂપે અવતરેલ છે. અને આ ગુર્જર ધરાનો માલિક બન્યો છે અેનુ નામ મુળરાજ છે ! સંસ્કાર કરી તેના દેવચક્ષુ થવાથી આ સભામાં ગુપ્તપણે ધર્મ શ્રદ્ધા થી આવ્યો છે માટે હે વરૂણદેવ તેને હું યોગ્ય આસન આપીશ તમો અને માલણ પધારો મહાદેવ પાર્વતીજી સાથે સિહાસન પર રહ્યા અને મુળરાજને પોતાની સમક્ષ બોલાવ્યો અને કહ્યું અરે ! મૂળરાજ તે મોટી ભૂલ કરી છે તું મનુષ્યજાતિ છતાં આ દેવ સભામાં પ્રવેશ કરી સઘળા દેવોનાં દર્શન કરી શક્યો, એ તારૂ પૂર્વ સદ્ધર્મોનું ફળ છે. હવે તું ચાલ્યો જા, અને તને હું કહું છું કે, આ ભૂમિ તારી છે. આખા ભારતખંડમાં સરસ્વતિ નદીનો આ કાંઠો મહાન પવિત્ર સ્થળ હોવાથી અમો સઘળા દેવો હંમેશા પાછલી રાત્રીએ આનંદ લેવા આ સ્થળે આવતા હતો. તારો સ્પર્શ થવાથી હવે આ ભૂમિ પર કાલથી કદી દેવસભા ભરાશે નહીં. હે રાજા ! તેં આજે દેવોનો મહાન પ્રતિશોધ લીધો છે.

મૂળરાજ પૂર્વના પ્રભાવે દેવચક્ષુ થવાથી સઘળા દેવોનાં દર્શનનો લાભ લઈ મનમાં આનંદ પામવા લાગ્યા, પરંતુ દેવ સભા હવેથી મારી ભૂમિ પર ભરાતી બંધ થશે, આ વાક્ય સાંભળી દિલગીર થયો.જેથી સાક્ષાત્ મહાદેવજીને અરજ કરવા લાગ્યો કે, મારા જેવા પાપી પુરુષના સ્પર્શથી દેવસભા બંધ થાય તેનો હું દોષિત થયો માટે મને પ્રભુ શ્રાપ આપો. અને તે શ્રાપ ઊઠાવવા હું તૈયાર છુ

મુળરાજની દીન વાણી સાંભળી મહાદેવજી બોલ્યા, મૂળરાજ ! તું તો ફક્ત નિમિત્ત થયો છે. કળિયુગનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જવાથી આ ભૂમિ ઉપરની દેવસભા બંધ થવાની જરૂર હતી તે ભાવિ આજે બન્યું છે માટે રાજા તારે દિલગીર થવા જેવું નથી, હવે તું તારે સ્થળે ચાલ્યો જા કૃપાનિધાન, આપનું કહેવું સત્ય છે ! પરંતુ હું મુળરાજ પોતે દોષવાન થયો છું. માટે
મારી ઉધ્ધાર વરદાન સિવાય થવાનો નથી. જેથી વરદાન આપો અને વરદાનને શિર પર ચડાવી ચાલ્યો જઉ.જો વરદાન ન આપતા હો તો મારી માંગણી સ્વીકારો કે આ ભૂમિ પર હંમેશા દેવસભા ભરાતી હતી તેમ જ ભરાય રાજા તારો અતિ આગ્રહ છે. જેથી હું તમોને કહું છું કે આ સ્થળે તું એક રુદ્રમાળ બનાવ તેમાં સહસ્ત્ર પ્રતિમાઓ બાણરૂપે સ્થાપિત કર અને તેની પૂજા માટે એક હજાર બ્રાહ્મણ ગંગા જમના આદિ કાંઠા પરથી લાવી. અહીં વસાવ. તેમને અનેક તરેહની લક્ષ્મીના દાન આપ, ગામો આપ. આવી રીતે રુદ્રમાળ કર્યા પછી દેવસભા આ ભુમિ પર પાછી ભરાવી શરુ થશે.

ક્રમશઃ

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૮*

કૃપાનિધાન, હું રુદ્રમાળ બનાવવા તૈયાર છું. બ્રાહ્મણોની સેવા અર્થ મારૂ સધળું રાજય અર્પણ કરવા પ્રતિજ્ઞા કરૂ છું. રુદ્રમાળ કેવી રીતે બનાવવો તેની મને આજ્ઞા મળવી જોઈએ.મહાદેવે મૂળરાજની અરજથી પ્રસન્ન થઈ દિવ્યચક્ષુ આપી પોતાના કેલાશ અને તેની અંદરના રુદ્રમાળનું દર્શન કરાવ્યું. મહાદેવ સિંહાસન પર બેસી મૂળરાજને પોતાની સમક્ષ બોલાવ્યો અને એ પ્રમાણે રુદ્રમાળ બનાવવાની આજ્ઞા આપી. અને ખાતમુહર્ત હુદડ જોષીના હાથથી કરાવ કે જેથી તારો રુદ્રમાળ કાયમ રહે, એમ કહી પાર્વતી સહ મહાદેવજી કલાસ સિધાવી ગયા, અને મુળરાજ !દેશળ અને વિશાળ સામે આવી ઘોડા ઉપર સ્વાર થયો ને દેશળ-વિશળ સાથે દિવસ ઉગતા પહેલાં પાટણ આવ્યા અને પ્રહર દિવસ ચડતાં સભા ભરી. એ બન્ને ભાઈઓને મોટી જાગીરો બક્ષીસ આપી પોતાની પાસે મંત્રી તરીકે રાખ્યા. અને રુદ્રમાળ ચણાવવાનો દ્રઢ નિશ્ચય કરી !
પોતાના મુખ્ય પ્રધાનને રાજપાટ સોંપી પોતે દેશળ-વિશળને લઈ હુદડ જોષીની શોધ કરવા માટે અને તેમને લાવવા સારું જવા તૈયાર થયા.

મૂળરાજે સભા બરખાસ્ત કરી રાજ્ય મહેલમાં આવી પ્રધાનને બોલાવી કહ્યું કે, હું કોઇ ગુપ્ત પ્રવાસે જાઉં છું. જેથી રાજ્યની સંપૂર્ણ સત્તા તમને સોંપી જાઉં છું. માટે મારી ગેરહાજરીમાં મારા જેવો જ રાજ્ય વહીવટ ચલાવી, ગૌ-બ્રાહ્મણોનું અને પ્રજાનું પાલન કરવું. રાજ્ય જનાના અને રાજય કુટુંબની સંભાળ રાખવી. આ ઢંઢેરો પ્રગટ કરી રાણીવાસમાં પણ પટરાણીને સેવા હકીકત નિવેદન કરી પોતાના પ્રવાસનું સંક્ષિપ્ત કારણ જણાવ્યું. હું ક્યારે પાછો આવીશ તે હાલ કહી શકતો નથી. ઈશ્વર કૃપાએ જે ધારેલ છે તે કાર્ય સફળ થશે ત્યારે તુરતજ આવીશ. આમ,કહી ભોજન જમી તેયાર થઈ પોતાની ઘોડાર આગળ આવી ઊભા રહ્યા, એટલે દેશળ અને વિશળે સંકેત મુજબ ઘોડાઓ તૈયાર રાખ્યા હતા તે ઉપર સવાર થઈ હુદડ જોષીની શોધ માં પ્રયાણ ક્યું. રસ્તો ખેડવા માંડયા.
ક્રમશ:


અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૯
રસ્તામાં દેશળે કહ્યુ કે દેશળ આપણી ગુર્જર ભુમિમાં અેવો કોઈ દેવજ્ઞ જોશી નથી માટે મારવાડ તરફ જઈએ તો હુદડ જોષીનો પત્તો લાગશે,એમ હુ માનું છું.તેણે કહ્યું મહારાજ,આપની માન્યતાને હું પણ અનુમોદન આપું છું,કારણકે વાડના રાજ્યકર્તા ઓ જ્યોતિષિઓને માન આપે છે. માટે તે દેશમાં મહાન જોષીઓ નિવાસ કરી રાજય આશ્રય મેળવે છે, માટે મારવાડ તરફ જ જવું તે આપણાં માટે ઉત્તમ છે કે જેથી
વધારે પ્રદેશ ખેડવો ન પડે. એકમત થતાં મારવાડ તરફ ઘોડા હંકાર્યા ટૂંકા દહાડે આબુ પ્રદેશ મુકી મારવાડ પ્રદેશમાં દાખલ થયા. જયપુર, જોધપુર, ઉદેપુર, બિકાનેર આદિ રાજ્યોના શહેરો અને ગામો ગુપ્ત મુસાફર તરીકે જોયાં. ઘણાં જોષીઓની મુલાકાત લીધી અને ત્યારે હુદડની વાતચીત કાઢી તો તે જોષીઓએ કહ્યું કે, આ મારવાડના મધ્યપ્રદેશમાં અહીંથી પચીસ ગાઉ ઉત્તર દિશા તરફ એક નાનકડું હુદડ નામનું ગામ છે. જેમાં રબારીઓનાં ઘરો છે તેમાં એક બ્રાહ્મણ રહે છે. તેનું નામ હુદડ છે. હું તેને ઘણી વખત મળેલ છે. એના જેવો ભવિષ્યવેત્તા બીજો કોઈ બ્રાહ્મણ આ અમારા રાજપૂત પ્રદેશમાં નથી. જોષી મહારાજનાં વચન સાંભળી હુદડની !શોધમાં નિરાશ થયેલ મૂળરાજ બાતમી મળતાં ખુશ થયો, અને મારવાડી જોષી મહારાજને પચીસ સોનાની મહોરો બક્ષીસ આપી ત્યાંથી રવાના થયા. એક રાત્રી રસ્તામાં ગાળી બીજે દિવસે એક ! પહોર દહાડો ચડતાં હુદડના નિવાસવાળા નાનકડા ગામડાના પાદરે મહારાજા આવી ઊભા રહ્યા.
તપાસ કરતાં તે ગામ હુદડનું નિવાસસ્થાન હતું, તેથી રાજા ગામને ઝાંપે આવી ગામનું નિરીક્ષણ કરે છે તો આ નાના ગામડામાં ફક્ત પચ્ચીસ ઝૂંપડાં દેખાયાં. અરે ! આવા સ્થાનમાં ત્રિકાળદર્શી હુદડ જોષી રહેતો હશે ? એમ મહારાજને આશ્ચર્ય થયું. એવામાં એક ઝુંપડામાંથી એક માણસને નીકળી બહાર આવતો જોયો. જેવો તે પોતાની નજીક આવ્યો તેવો જ રાજાના ઈશારે દેશળે તેને પૂછયું : અરે, આ ગામમાં કોઈ જોષી રહે છે ? ત્યારે પેલા માણસે જવાબ આપ્યો કે હા !આ ગામમાં હુદડ મહારાજ રહે છે પેલું સામું ધર દેખાય છે તે તેનું છે. જાઓ તે સાંભળતાં જ ત્રણે ઘોડેસ્વારો હુદડના ફળીયામાં આવ્યા. જુએ છે તો આચાર-વિચાર રહિત હુદડની ઝૂંપડી જોઈ અને તે ઝુંપડીની ઓસરીમાં એક વૃદ્ધ ડોશીને ઘરકામ કરતી જોઈ દેશળે પૂછયું ડોસીમા ! આ હુદડનું ઘર છે ? ડોશીમાએ ત્રણે ઘોડેસ્વારોને જોઈ ઉત્તર આપ્યો : હા : આવો ! આ હુદડનું ઘર છે અને હું તેની મા છું. તમો નીચા ઊતરો. શા માટે આવ્યા છો ? કોનું કામ છે ?ડોશીમા તમારા દિકરાને મળવું છે. અમો મુસાફર છીએ. ગુજરાત દેશમાં રહીએ છીએ.અમે સાંભળ્યું છે કે, હુદડ મહારાજ જ્યોતિષ સારું જાણે છે. અમારે તેમને કંઈક પ્રશ્ન પૂછવો છે. હા ભાઈ, મારો દીકરો જ્યોતિષ જાણે છે. તમો પ્રશ્ન કરશો તેનો ખુલાસો આપી દેશે, પણ તે અત્યારે અહીં નથી વગડામાં ગયો છે. સાંજે ઘેર આવશે. માટે તમે નીચા ઊતરી વિશ્રામ લ્યો. ગૃહસ્થાશ્રમનો ધર્મ છે, તે અનુસાર અમારા મહેમાન થઇ ભોજન જમો. હુદડ સાંજ પડતા આવશે.એક વિદ્વાન જોષીના ઘરનો ભરવાડીઓ બ્રાહ્મણ ધર્મને ન છાજતો આચાર-વિચાર જોઈ !મહારાજ મૂળરાજનું મન હુદડની શ્રદ્ધા ઉપરથી ખસી ગયું, પરંતુ હવે આટલે સુધી આવવાનું હુદડને મળ્યા પછી તપાસવું, પરંતુ હુદડ બ્રાહ્મણ કર્મથી તો વિહીન જ છે એમ આ અેની ઝુંપડી કહી આપે છે.


અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૦

જ્યાં બ્રાહ્મણનો કોઈ આચાર વિચાર નથી ત્યાં દેવજ્ઞ જ્યોતિષ વિદ્યા તેના હૃદયમાં ક્યાંથી હોય ? ખેર ! આટલે સુધી આવ્યા માટે તેની મુલાકાત તો લેવી જ એમ ધારી બોલ્યા, ડોશીમા અમો રોકાશું નહિ. અમારે તમારા દીકરાને જરૂરી કામ હોવાથી તુરંત મળવું છે. માટે વગડામાં ક્યાં હશે તે કહેશો ?

હા, ભાઈ તમારે ઉતાવળ હોય તો ખુશીથી જાઓ. પૂર્વ દિશા તરફ ગાઉ પર એક તળાવ છે, ત્યાં વડ નીચે મધ્યાહનકાળે મારો દિકરો બકરાં લઈ તેમને પાણી પાવા આવશે. તે બકરાં ચારવા ગયો છે.

બકરાંની વાત સાંભળતાં જ મહારાજની આસ્થા તદ્દન ઘટી ગઈ. દેશળ મહારાજના ! મનોભાવ જોતાં સમજી ગયો અને બોલ્યો મહારાજ, એમ નિરાશ થવાનું નથી. આવ્યા માટે હવે તેને મળવું તો ખરૂ. ચાલો તે તળાવ પર જઈ બેસીએ. એમ કહી ત્યાંથી નીકળી તળાવ પર આવ્યા.વડલાનો વિશાળ છાંયો જોઈ દેશળે ઘોડાપરની ઝીલો પાથરી તે પર મહારાજા મૂળરાજને
બેસાડયા અને પોતે પણ પાસે બેઠા, જરાવાર વાતચીત કરે છે, તેવામાં એક રબારી બકરાંનું ટોળુ લઈ તળાવ પર આવ્યો, જેની પાસે જઈ દેશળે પૂછયું : ભાઈ ! તારું નામ હુદડ છે ?'રબારીએ જવાબ આપ્યો મારું નામ હુદડ નથી, હુદડ બીજો છે તે તો બ્રાહ્મણ છે. અને હું તો રબારી છું. હું મારા ટોળાનાં બકરાંને પાણી પાઈ અહીંથી જઈશ એટલે પછી બીજું ટોળું આવશે એ
ટોળાનો માલિક હૃદડ જોષી છે. તેને મળજો.થોડીવારમાં પેલું ટોળું જતાં બીજુ ટોળું આવ્યું. આ ટોળાનો રખેવાળ હુદડ પોતે હતો.તેનો ચહેરો એક ગામડીયા રબારી જેવો હતો. તેના શરીરના કોઈ ભાગ ઉપર હુદડ બ્રાહ્મણ છે તેમ જણાતું ન હતું. છેટેથી મૂળરાજની દૃષ્ટિમાં હુદડ પડતાં મૂળરાજ ખુબજ ખિન્ન થયો. દેશળ આપણને હુદડની ખોટી ભ્રમણા લાગી છે. રાજપાટ છોડી જંગલમાં રખડતા આ ભરવાડ માં બ્રાહ્મણ પણુ
લેશમાત્ર નથી, તદન જંગલી છે. એનામાં જ્યોતિષનું જ્ઞાન ક્યાંથી હોય ? હવે આપણે એને બોલાવવો જ નથી. આ વડલાની શીતળ છાયામાં ઉષ્ણકાળના તાપથી વિશ્રાંતિ લઈ હવે પાટણ તરફ ચાલ્યા જઈએ. રુદ્રમાળની વાત જ સ્વપ્નનો ભાસ છે. હવે નકામું ભટકવું નથી.

આ બાજુ હુદડ બકરાંને પાણી પાતાં પાતાં પોતાનો મધ્યાહુનનો રોંઢો (ભોજન) કરવાનો રિવાજ હોવાથી એક બકરીનો આંચળ પકડી એક હાથે ખોઈમાંથી રોટલો કાઢીને ખાવા લાગ્યો. બીજા !હાથે માંમાં દૂધ પીવા લાગ્યો. થોડીવારે તે કામથી પરવારી તળાવનું બે ખોબા પાણી પી, બકરાં !તળાવની પાળ ઉપર બેઠા એટલે પોતે એક ઝાડની છાંય તળે બેઠો. થોડીવારમાં તેની દૃષ્ટિ વડ નીચે મુસાફરો પર પડતા પોતે ત્રિકાળજ્ઞાની જ્યોતિષી હોવાથી આ મસાફરો કોણ છે તે જાણવાની જિજ્ઞાસા હૃદયમાં થતા આકાશ સામું જોઈ સૂર્યનું ઘડી માપ કાઢવા પોતાના છાંયાના પગલા ભરી સુર્યની ગતિનું માપ કાઢી હેઠો બેઠો, અને હાથની આંગળીઓ વડે જમીન સ્વચ્છ કરી એક સળીકડા
વતી જમીન પર કુંડળી કાઢી તેમાં ગ્રહોના આંકડા લખી કુંડળીનું ફળાદેશ જાણતાં મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મુખ્ય પુરુષ એ ગુજરાતનો મહાન રાજા મળરાજ છે. તેને દિવ્યચક્ષુ પ્રાપ્ત થતાં!દેવસભા જોઈ શક્યો છે...



*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૧*

મહાદેવની આજ્ઞાથી તેને રુદ્રમાળ ચણાવવો છે, તેનું ખાતમુહર્ત મારી પાસે કરવાનુ છે અને તેના માટે તે મારી પાસે આવ્યો છે. છતાં હજી મને કેમ મળતો નથી, કે બોલાવતો નથી અને મારા આચાર-વિચારની ભ્રષ્ટતા જોઈ મારા ઉપર શ્રદ્ધા ઘટી ગઈ છે. મારો જોષીનો ધર્મ છે કે વગર પ્રશ્ન કરે ભવિષ્ય કથન કહેવાય નહીં.આ શ્રદ્ધાહીન થઈ ગયેલ છે. માટે બોલાવવાનો નથી. પરંતુ તેના ધાર્મિક કાર્ય માટે હવે હું જ એને બોલાવું. કારણ કે તે મારો યજમાન છે અને ખાસ કરીને તે મારી પાસે જ આવ્યો છે. તો પછી બોલાવવામાં મને હરકત નથી.'

આ બાજુ મૂળરાજ જમીન પર હુદડને કુંડળી કાઢતો જોઈ પોતાના મનમાં તેનું હાસ્ય કરવા લાગ્યો.એટલામાં ફૂદડ જ હાક મારી : અરે ! પાટણના રાજા મૂળરાજ તું ત્યાં કેમ બેઠો છે ? તારે મારી પાસે કામ છે છતાં કેમ આવીને મને પૂછતો નથી.આવા દેવજ્ઞ હૂદડનાં વાક્યો સાંભળી મહારાજ મૂળરાજ ચમક્યા.જે શ્રદ્ધા ઘટી ગઈ હતી. તે પાછી હૃદયમાં સજ્જડ થઈ તુરંત જ આવી જોષીને પગે પડ્યો, એટલે હુદડે કહ્યું? કેમ ચક્રવર્તી રાજા દેવસભામાં પ્રવેશ કરી ધર્મસંકટ વહોરી લીધું. અને રુદ્રમાળ ચણવાનું નક્કી ક્યું અને તેનું ખાતમુહુર્ત મારા હાથથી કરાવવા તું મને આજે એક માસ થયો શોધવા નીકળ્યો છે.ભલે ! જા, અત્યારે મારા ઘેર જઈ વિશ્રાંતિ લે અને માતુશ્રી પાસે રસોઈ બનાવડાવી જા જમ,હું સાંજે ઘરે આવીશ. કારણ કે મારાં બકરાં રેઢાં ન રહે.
મુળરાજ : જોષી મહારાજ, આ મારા બે રાજપૂતો આપનાં બકરાં ચારશે આપ મારી સાથે ગામમાં પધારો.ના ના હું અત્યારે આવી શકીશ નહીં. આ બકરાંઓનો જીવ મારી સાથે જ મળે છે.માટે અજાણ્યા માણસોના કબજામાં રહે નહીં જેથી તમો ઘેર જાઓ. જોષીની ગરજ હોવાથી નમન કરી પોતાના રાજપૂતો સાથે હૂદડના ઘેર ગયો અને માતૃશ્રીની આજ્ઞા માની જમ્યો. સાંજ પડતાં હુદડ જોષી ઘેર આવ્યા અને ખાતમુહૂર્ત કરતાં સુધી ગુજરાતમાં રહેવાની મૂળરાજને કબુલાત આપી. પાડોશીને તેટલી મુદત પોતાનાં બકરાં ચારવાની ભલામણ કરી. પછી પ્રાતઃકાળ થતાં હૂદડ માતુશ્રીની રજા લઈ મૂળરાજ સાથે ગુજરાતમાં આવવા રવાના થયો. જેમ જેમ મારવાડની ભૂમિ છોડતો ગયો તેમ તેમ હુદડ સ્નાન કરી સંધ્યા ગાયત્રી આદિ બ્રાહ્મણોનાં નિત્યકર્મ કરવા લાગ્યો.

આમ મજલ પર મજલ ખેડતાં થોડા દિવસે મૂળરાજની સાથે હુદડ પાટણમાં આવ્યો.મહાન ભવ્ય નગરીમાં દાખલ થતાં રાજ્ય વૈભવથી હુદડ આનંદ પામ્યો.આ બાજુ એક મહાન દેવજ્ઞ જોષીના સમાગમથી મૂળરાજ મહાન આનંદ પામવા લાગ્યો.
હુદડની રાજવૈભવથી પ્રતિદિન સરભરા વધવા લાગી. પ્રતિદિન રાજાનો પ્રેમ વધતો જોઈ હુદડ રાજાના સ્નેહ બંધનમાં બંધાવા લાગ્યો. પરંતુ થોડા દિવસે હુદડને પોતાનાં બકરાં, વૃદ્ધમાતુશ્રી અને પોતાની સુદામાની હાલતની ઝુંપડી યાદ આવતાં આ રાજવી સુખ તેને દુઃખરૂપ લાગવા લાગ્યું. હુદડનું મન ઉદાસીન થયું.
તેથી મૂળરાજ પ્રત્યે બોલ્યો. મહારાજા ! તમો મારી રીતભાત જાણો છો. છતાં મને મહેમાનગતીમાં હવે નકામો રોકો છો. મને રાજસુખની કશી જ તૃષ્ણા નથી. મારા બકરાં અને મારી ઝુંપડી મને સ્વર્ગ સમાન સુખદાયી છે.


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૨*

ઝૂંપડી મને સ્વર્ગ સમાન સુખદાયી છે.તેમનો વિયોગ વધારે વખત રહેવાથી મારા આત્માને ખેદ થાય છે માટે હે નૃપતિ, તારે રુદ્રમાળનું કાર્ય કરવું હોય તો કાલે પ્રાત:કાળે જે નદીના કાંઠાપર તે દેવસભા જોઈ હતી તે સ્થળ હું જાણું છું માટે કાલે ત્યાં ચાલ !મૂળરાજે જાયું કે હુદડ જેવો દૈવજ્ઞ બ્રાહ્મણ મારા બંધનમાં કદી રહેશે નહીં. એમ ધારી કહ્યું: મહારાજ આપની ઈચ્છાનુસાર આજ સાંજે ત્યાં જઈશું, હું તુરત આપને વિદાય કરીશ હવે આપના આત્માને ખેદ થવા નહીં દઉં.
રુદ્રમાળનું ખાતમુહર્ત અને હુદડે મારેલી ખીલી :-

મહારાજા મૂળરાજની આ પ્રમાણે રાજશી ઠાઠથી નીકળેલી સવાર સાંજ પડતાં શ્રીસ્થળ નિર્ગમન કરતાં પ્રાતઃકાળ થયો એટલે મૂળરાજ હુદડ જોષીના તંબુ પાસે આવ્યા. હુદડ મુળરાજને કહેવા લાગ્યોઃ હે રાજા ! અત્યારનું મુહુર્ત ઘણું જ ઉત્તમ છે.આ મુહર્ત રુદ્રમાળનું ખાતમુહુર્ત કરવાથી તારો રુદ્રમાળ દીર્ધકાળ સુધી ચિરાયુ રહેશે.

મૂળરાજ બોલ્યા જોષી મહારાજ, ખાતમુહર્તની સઘળી સામગ્રી તૈયાર રાખી છે. આપ પધારો એટલી વાર છે. હું તેડવા આવ્યો છું. હુદડ જોષી મૂળરાજની સાથે ખાતમુહર્તના સ્થળ પર આવી એક સવાવેંતની ખીલી લઈ જમીનમાં બેસાડી બોલ્યો : મૂળરાજ, આ ખાતમુહર્ત રુદ્રમાળ અચળ રહેશે. આ ખીલી શેષનાગના માથા ઉપર મેં મારી છે. તે કદી ખસવાની નહિ.હવે તું હે રાજા રુદ્રમાળનું કામ શરૂ કરજે. એમ કહી હુદડ જોષી પોતાના તંબુ પર આવ્યા.
*અદેખા પુરોહિતોએ રાજાને કરેલી કાનભંભેરણી*
હાલમાં બ્રાહ્મણોમાં જોવા મળતી એક બીજાને વૈમનસ્ય ભાવનાથી નુકશાન થાય ત્યારે વૃત્તિ તે સમયે પણ હતી એ વખતના ગુજરાતના બ્રાહ્મણો પૈકી જેઓ રાજ્યના પુરોહિતો હતા તેઓ આ મારવાડી હુદડ જોષીના આચાર-વિચાર અને કર્મચેષ્ટા જોઈ ગ્લાનિ પામેલા. તેઓ પોતાનું માન મૂળરાજ પાસે નષ્ટ થશે તેમ જાણી હુદડ પ્રત્યે અદેખાઈ અને અભાવની નજરથી જોતા હતા.તેઓ બોલ્યા મહારાજા !એ મારવાડી હુદડ બ્રાહ્મણ જે બ્રાહ્મણ કર્મથી તદન વિહીન છે.તેના કપાળમાં બ્રહ્મતેજ નથી. માટે હૃદયમાં દેવજ્ઞ વિધા ક્યાંથી નિવાસ કરી શકે ? તેના વચન અને મુહૂર્ત ઉપર વિશ્વાસ રાખી રુદ્રમાળ જેવા પવિત્ર દેવાલયરૂપી ધામનું આપ ખાતમુહુર્ત આ સમયે કરાવો છો તે કોઈ રીતે ઉત્તમ મુહૂર્ત અત્યારના સમયમાં નથી. અત્યારનો સમય અવજોગથી ભરપૂર છે આ સમયે મુહૂર્ત થાય જ નહીં.

મૂળરાજ :- ભૂદેવો, આપ ગમે તે કહો ! પણ મારી શ્રદ્ધા હુદડ પ્રત્યે દૃઢ નિશ્ચયવાળી છે. ગમે તેવા અવજોગ તમે માનતા હો, પણ હુદડની ખીલી ફરવાની નથી. તે !મારવાડનો રહીશ છે માટે આચાર-વિચારથી ભ્રષ્ટ હોય તો પણ વચનસિદ્ધિ, દૈવજ્ઞ, દૈવતવાળો બ્રાહ્મણ છે. તેની અદેખાઈ કરવાના પરીણામે તમને જ હાનિ પહોચશે. માટે એની નિંદાની વાત છોડી દો.


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૩*

બ્રાહ્મણો - મહારાજા ! અમો નિંદા તરીકે કહેતા નથી. અમો આપનું રજક પુરોહિત તરીકે ખાઈએ છીએ માટે આપનું કલ્યાણ ચાહવું એ અમારો મુખ્ય ધર્મ છે. અમો આ મુહર્ત અવજોગવાળું માનીએ છીએ, અને હુદડ સુજોગવાળું માને છે. આ નિર્ણય અમો ક્યા પંડિત પાસે હલ કરાવી શકીએ.આપ હાલમાં તેનું માનો છો. તેની આજ્ઞા પાળશો, એમ અમારી ખાતરી છે. હવે સારા-નરસા યોગનું મુહુર્ત ક્યાં રહ્યું.

વારૂ મહારાજા ! તે બોલ્યો છે કે આ સવા વેંતની ખીલી મેં શેષનાગના માથા પર મારી છે આ વાત ખરી ? આપ સાચી માનો છો ? ક્યાં શેષનાગ દુર અને ક્યાં જમીનમાં સવા વેતની ખીલી ? કેટલું બધુ અંતર કહેવાય જો આ ખીલી શેષનાગના જ માથા પર ચોંટી હશે તો આપણે ખીલી ઊખાડી જોઈએ કે જેથી તેની અણી લોહીવાળી થયેલી હશે.

આ વાત આસપાસ ઊભેલા સધળા સહાયકોને રૂચિકર લાગી. સઘળાએ મહારાજને કહ્યું કે આ પુરોહિતનું બોલવું પ્રમાણવાળું છે. સવાવેંતની ખીલી શેષનાગના માથા પર કદી લાગે છે નહીં. ઘડીભર માનીયે કે લાગી છે, તો તે લોહીવાળી થવી જ જોઈએ. આપણને ખીલી કાઢીને જોતાં હૃદડના બોલવાની ખાતરી થશે કે હુદડ સાચો જોષી છે કે આપણા પુરોહિતો સાચા છે.

આ વાતને ઘણાઓનો ટેકો મળવાથી મહારાજાનું મન પણ ચલિત થયું. ખીલી લોહીવાળી છે કે નહી તે તપાસવા તેમનું મન પણ ડગમગ્યું. છેવટે ખીલી ઉખાડવા આજ્ઞા આપી, એટલે પાસે ઉભેલા વિશળે ખીલી ઉખાડી તો લોહી ની સહેજ ધાર છુટી ને તેની અણી સઘળા સમક્ષ તપાસી તો લોહીવાળી જણાઈ.( આજે પણ આ સ્થાન પાટણ માં અવશેષ સહિત છે મુલાકાત લઈ આપના સંતાનો ને અવશ્ય આ વાત જણાવો ) પુરોહિતો વીલા પડી ગયા, અને શરમાયા. આ નવીન અચંબો જોતાં હુદડની દેવજ્ઞ વિઘા ઉપર સઘળાની શ્રદ્ધા બેઠી. મહારાજાએ ખીલી પાછી જમીનમાં નાખવાની આજ્ઞા આપતાં વિશળે તે જ સ્થળે ખીલી નાખી દીધી. અને મહારાજા પોતાના તંબુ પર આવ્યા. ત્યાં થોડીવાર વિશ્રાંતિ લઈ હુદડના તંબુમાં આવી રાજા હુદડને પગે પડ્યા.

ત્રિકાળદર્શી હુદડે આત્મબળથી એ જાણી લીધું કે રાજાએ મારા મુહૂર્તની ખીલી ઊખેડી પાછી તે જ સ્થળે નાંખી છે. તેથી મૂળરાજને કહ્યું ! અરે ! મૂળરાજ ! તેં મોટી ભૂલ કરી છે.
ખીલી ઊખેડવી નહોતી. જે રુદ્રમાળ અચળ રહેવાનો હતો તે હવે સ્થાયી રહેવાનો નથી.ખીલી ઊખેડી પુનઃ નાખતાં સમય ગયો. આ સમયમાં શેષનાગનું માથું ફરી ગયું છે. હવે તો ખીલી શેષનાગના પંછડા પર આવી છે. પૂંછડે ભાર કદી ટકતો નથી. માટે રુદ્રમાળ સ્થાયી કદી રહેવાનો નથી. તારું ચણવું વ્યર્થ છે.  રૂપિયાનો ખર્ચ કરવો હવે નકામો છે.તમોએ મને અહીં બોલાવીને કરેલ ખર્ચ પણ વ્યર્થ ગયો. નાહકના મારા બકરાઓના પ્રેમનો વિજોગ પડાવ્યો.હે રાજા હવે હું અત્યારે જ ચાલ્યો જવા માગું છું માટે મને વિદાય આપો.

તારૂ કામ તારા પુરોહિતોએ જ બગાડ્યું છે. હવે હું રુદ્રમાળ ચણવા આજ્ઞા આપતો નથી, છતાં ચણવો હોય તો તારી મરજી, પરંતુ એ રુદ્રમાળ ભવિષ્યમાં દિલ્હીની ગાદીએ મુસલમાની રાજ્ય થશે તે રાજગાદી પર સંવત ૧૩૫૩માં અલ્લાઉદ્દીન ખીલજી વંશનો બાદશાહ થશે. એ બાદશાહ શ્રીસ્થળમાં આવી તારા રુદ્રમાળનો નાશ કરશે. માટે ચણવો, ન ચણવો તે હવે તારી મરજી ની વાત છે.

અૌદિચ્ય સહસ્ત્ર સિદ્ધપુર બ્રાહ્મણ સમાજનો ઈતિહાસ ભાગ ૧૪

હવે હું આ શ્રીસ્થળની પવિત્ર ભૂમિ ઉપર રહેવાનો નથી. માટે મને જલદી વિદાય કર..

મુળરાજ બોલ્યા કે જોષી મહારાજ ! ખીલી ઊખાડવામાં મેં મોટી ભૂલ કરી આપની આશા તોડી, તેને માટે ક્ષમા કરો.

મૂળરાજ તારો દોષ નથી એ તો ભાવિ પ્રબળ છે. બનવાનું હોય તે બને છે. માટે હવે અફસોસ કરીશ મા.તારે રદ્રમાળ ચણવો હોય તો ચણજે, પરંતુ મારી ઈચ્છા તો હવે નષ્ટ જ થઈ છે તો પણ તારી મરજી, તારો રદ્રમાળ અલ્લાઉદીન પાડશે.

મૂળરાજ બોલ્યા મહારાજ !મેં દૃઢ નિશ્ચય કર્યો છે, માટે રુદ્રમાળ તો ચણીશ જ કારણ કે તેના વગર મોસાળપક્ષના મારા પાપકર્મોની નિવૃત્તિ એ સિવાય થવાની નથી.

સારું, તારી ઈચ્છા, પરંતુ રુદ્રમાળ ચણી મહાદેવના બાણોની સ્થાપના કરે તે વખતે આ ગુજરાતના બ્રાહ્મણોના હાથથી ક્રિયા કરીશ નહીં. કારણે કે તેઓ આ ક્રિયા કરાવવા જેટલા યોગ્ય અને વિદ્વાન નથી. તેમના હદયો શુદ્રના અનાજ ખાઈ તેમજ ભિક્ષાવૃત્તિનું અનાજ ખાઈને બળી ગયેલા છે, માટે ઉત્તર ભારતમાં જઈ વેદને જાણનાર અગ્નિહોત્રી બ્રાહ્મણોને બોલાવી તેમના હાથથી ક્રિયા કરાવીને શિવબાણોની સ્થાપના કરજે. તે સઘળાને અનેક તરેહના દાનો આપી આ ભૂમિ ઉપર સ્થાયી રાખજે.એ પવિત્ર બ્રાહ્મણોની તપસ્યાના ફળથી જ મોસાળપક્ષનું કરેલ ગોત્રગર્દનના પાપ બળશે. તીર્થોમાં જઈ સ્નાન કરવાથી કે દાનો આપવાની જરૂર નથી. આ કુમારિકાના કાંઠા ઉપર શ્રીસ્થળ આખા ભારતખંડમાં પવિત્ર છે. આ ભૂમિની પવિત્રતાથી જ દેવસભા આ સ્થળો ભરાતી હતી. તે દેવસભા ભરાતી બંધ થવાનું નિમિત્ત તારા ઉપર આવ્યું છે. તો રુદ્રમાળ
ચણતાં મેં કહ્યા તેવા તપસ્વી, પવિત્ર બ્રાહ્મણોને હરેક પ્રકારે રંજન કરી આ ભૂમિ ઉપર વસાવજે. હવે ભુલ ખાતો નહીં. આ હું તને તારા હિતનું અને કલ્યાણનું છેલ્લું વાક્ય કહુ છુ મને જલ્દી રજા આપ હવે હું રોકાવાનો નથી.તું જાણે છે કે હું કેવી રીતે તારા આગ્રહ થી આવ્યો છું.મારા આવવાનું સાર્થક તું સંપૂર્ણ કરી શક્યો નથી. તારું મન સ્થિર કરી હવે મેં જે વચનો કહ્યાં છે તે દ્રઢતાથી પાળજે. તેમાં જ તારી પરમ ગતિ છે.

મહારાજ ! આપની આજ્ઞા હું હવે પાળીશ. રુદ્રમાળ ભલે ભવિષ્યમાં પડે, પરંતુ હું તો ચણીશ, અને બ્રાહ્મણો આપે જે બતાવ્યા તે જ પવિત્ર, ધર્મ કર્મનિષ્ઠ, અયાચક વૃત્તિવાળીન ઉત્તરમાંથી લાવીશ. આપ કૃપા કરી તેટલી મુદત રોકાઓ તો સારું. આપના કુટુંબને અહીં બોલાવી આપું.

રાજા ! તારો પ્રેમ એવો છે પરંતુ હુ મારો ધર્મ કદી ચૂકતો નથી. રાજાના રજક ખાવું એ મને વ્યાજબી નથી. લાગતું, કારણ કે અનેક તરેહના રાજદંડ થી રાજ્ય નો ખજાનો ભરાય છે. તેવું રેજક ખાવાની મારી ઈચ્છા નથી. મારી ભૂમિ મહાન પવિત્ર છે. જમીનના અડવાથી જ શરીરની સ્વચ્છતા થાય છે. માટે મારે એ ભૂમિના પ્રભાવે આચાર વિચાર રાખવા કે બ્રાહ્મણ ના નિત્યકર્મ કરવાની જરુર પડતી નથી.


અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૫

વળી હું યાચકવૃત્તિથી જીવિકા ચલાવતો નથી.આ ભુમિનો પ્રભાવ એનાથી ઉલટો છે. માટે મારે આ ભૂમિમાં પ્રવેશ કરતાં સ્નાન સંધ્યા આદિ બ્રહ્મકર્મ કરવા પડયાં છે. તે તું જુએ છે. માટે વધારે વખત રોકાવાનો નથી. તુરંત હવે મને રજા આપ.
મુળરાજે હુદડ જોષીનો જવા સંબંધી દ્રઢ નિશ્ચય જોઈ તુરંત જ લાખોના પોશાક મંગાવીવ્યાં. હુદડે તે લેવા ના કહીં. છતાં ઘણાં આગ્રહથી લીધા. તુરત રાજાએ મ્યાન-પાલખી આદિ વાહનો અને માણસો આપી હુદડ મહારાજને વિદાય કર્યા.

*ઔદિચ્યોનું આગમન*
*મુળરાજે ચૌદ પ્રધાનોને ઉત્તર ભારતખંડમાં મોકલ્યા* :-

રુદ્રમાળનું બાંધકામ શરૂ કરવા માટે મહારાજા મૂળરાજ સોલંકીએ હુદડ જોષીની આજ્ઞાનુસાર રુદ્રમાળમાં એક હજાર શિવલિગોની સ્થાપના કરવા સારું ઉત્તરમાંથી ઋષિબ્રાહ્મણોને તેડવા સારુ પોતાના મંત્રીઓ પૈકી
(૧) ચક્રપાણિ (૨) સુરોનંદી (૩) વર્પક્ષ (૪) નંદીવર્ધન (૫)વક્રનેત્ર (૬) મનાનંદ (૭) નદીશે (૮) હળકેતન (૯) જય (૧૦) જયંત (૧૧) વિજય(૧૨) જયસેન (૧૩) જયદ્રજ (૧૪) કૈતવાદ્ધીષ વગેરે પ્રધાનોને બોલાવી કહ્યું કે, તમો જલ્દી ઉત્તર દેશમાં જાઓ કે જ્યાં વેદશાસ્ત્ર અને સદાચરણ પાલન કરનારા સ્નાતક છે. ત્યાં જઈ પરણેલા ગૃહસ્થાશ્રમી યુવાન અને ધર્મશાસ્ત્રના જ્ઞાતા બ્રાહ્મણો હોય તેમને શોધી. સવિનય અરજી
કરી, તેઓની વિધિસહિત પૂજા કરી તેમને પ્રેમપૂર્વક પ્રસન્ન કરી, તેમનાં બાળબચ્ચાં સહિત અહીં શ્રીસ્થળ (સિદ્ધપુર) યાત્રા નિમિત્તે તેડી લાવો. તેઓના આત્માને રસ્તામાં કશો ક્ષોભ આપશો નહીં. અને અહીંથી વાહનો, ઘોડા, રથ, હાથી, મ્યાનમાર, પાલખી આદિ સાથે લઇ જઇ તેમાં !બેસાડી આ ગુજરાતની ભૂમિ પર તેમને રાજી કરી તેડી લાવજો અને મારી ઘણી જ નમ્ર અરજ કરજો. એમ કહીં મોટા ઠાઠમાઠથી પોતાના પ્રધાનોને ઉત્તર દેશમાં બ્રાહ્મણોને તેડવા મોકલ્યા અને પોતે પણ રાણી સાથે સિધ્ધપુર આવીને રહેવા લાગ્યા. સિધધપુરને ધજા, પતાકા, તોરણથી શણગાયું. ધન - ધાન્ય-વસ્ત્રાલંકાર, ગાયો, ઘોડા, હાથી અને તરેહ તરેહના વાહનો અને રાચરચીલાથી સઘળાં ઘરો ચિકાર ભરાવા લાગ્યાં.

આ બાજુ ઉત્તર દેશમાં ગયેલા ચૌદ પ્રધાનો ઉત્તર દેશમાં ઘણા તીર્થસ્થળો, અરણ્યો અને પ્રદેશો તથા ગંગા જમનાના પવિત્ર કાંઠામાં ફરી સદાચારવાળા શ્રોત સ્માર્ત વેદિકક્રિયાયુક્ત અને
કામ ક્રોધથી વર્જિત કેટલા કર્મકાંડ કરનાર, કેટલાક નારાયણ સ્મરણ કરનાર, કેટલાક જળનો આહાર કરી રહેનાર એવા ઉગ્રતપ કરનાર નિર્લોભી નિર્વિકાર ઔદિચ્ય બ્રાહ્મણોને શોધી કાઢી તેમનાં દર્શન કરી તેઓને આ વેળા પ્રધાનોને ભિન્ન ભિન્ન નમસ્કાર કરી વિધિ સહિત અર્થ પાદ પૂજા કરી અરજ કરી કે હે ભૂદેવ મહારાજો ગુજરાતમાં સર્વ દેવમય શ્રીસ્થળ તીર્થ છે.સિવાય બીજાં પણ ઘણાં તીર્થ છે. જ્યાં કદમ-દેવહુતિના ઉદરથી ભગવાન કપિલનો જન્મ થયો છે. જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર નિરંતર વાસ કરી રહ્યા છે. તે ધરાના મહારાજા મુળરાજ રાજાએ અમને અત્રે મોકલ્યા છે.તમારા દર્શન કરવાની અમારા મહારાજને ઈચ્છા છે. જેથી તમોને તેડવા અમને મોકલ્યા છે. માટે હે જગતદેવો એ શ્રીસ્થળ તીર્થના દર્શન માટે આપ પધારો. અમે આપના માટે વાહનો લાવ્યા છીએ. તેમાં બેસી આપના કુટુંબ સહિત યાત્રા નિમિત્તે પધારો ત્યાં તીર્થ યાત્રા કરી આપના ચરણસ્પર્શથી અમારી પવિત્ર ભૂમિ વિશેષ પવિત્ર થશે.
આપની ઈચ્છા હોય તેટલી મુદત ત્યાં રહેજો, પછી અમે અહીં પાછા મૂકી જઈશું.

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૬*

અનુચરો! અમારી તીર્થાટન કરવા જવાની કશી જરૂર નથી. આ .અમારા આશ્રમોમાં અમો સદા પ્રવૃત્ત રહીએ છીએ. અમે આ ભૂમિ છોડી કદી જતા નથી. તમે કોઈને યાચતા પણ નથી. અમારે તમારા રાજાની ભૂમિ ઉપર આવવાનું કશું કારણ જ નથી. પરંતુ તમારો હદ ઉપરાંત આગ્રહ હોવાથી અમો કુમારિકા અને શ્રીસ્થળ તીર્થની યાત્રા સારું ખુશીથી આવીઅે છીઅે.
રાજ્યના અનાજ વગેરેનો અમને પ્રતિગ્રહ છે. પરંતુ તીર્થયાત્રા માટે આવીશું.
પ્રધાનોએ નીચેના સ્થળોથી પવિત્ર બ્રાહ્મણોને ભેગા ક્યાં થી કર્યા?
(૧) ગંગા-યમુના સંગમ પરથી ૧૦૫
(૨) ચ્યવન ઋષિના આશ્રમમાંથી ૧૦૦ સામવેદી
(૩) કાશીક્ષેત્ર ૧૦૦
(૪) કુરુક્ષેત્ર ૧૦૦
(૫) ગંગાદ્વારથી ૧૦૦
(૬) નેમિપ્યારણ્યથી ૧૦૦
(૭) પુષ્કર ક્ષેત્રથી ૧૩૨
(૮) સરયુ નદીના તટથી ૧૦૦
(૯) કાન્યકુન્જ દેશથી ૨૦૦
ઉપર જણાવેલ ભૂદેવો શરૂઆતમાં ફક્ત યાત્રા માટે જ આવ્યા હતા.ઉપર પ્રમાણે પવિત્ર બ્રાહ્મણોના સમુદાયને મ્યાના, પાલખી, ઘોડા, હાથી રથમાં સહકુટુંબ બેસાડી કેટલાક દિવસે મૂળરાજના પ્રધાનો ગુજરાતમાં તીર્થસ્થળ શ્રીસ્થળે લઈને આવ્યા. અને મહારાજા મૂળરાજને મળ્યા અને જાહેર કર્યુ કે પોતાના તપના તેજથી આકાશને પ્રકાશ આપનાર એવા એક હજાર સાડત્રીસ બ્રાહ્મણો અમે અત્રે લાવ્યા છીએ, માટે આપ સન્મુખ સામેથી પધાર તેમનો સત્કાર કરો.

મહારાજ મૂળરાજ બ્રાહ્મણોને આવેલા સાંભળી ઘણા હર્ષિત થયા. અને પોતાના પુરોહિતો સાથે અર્ધ સામગ્રી લઈ સામે લેવા ગયા. તે બધાનો સત્કાર કરીને, શહેરમાં તેડી લાવી ઉતારા આપ્યા.
આવેલા બ્રાહ્મણોએ ધર્માત્મા મૂળરાજને જોઈ આશીર્વાદ આપી કહેવા લાગ્યા કે હે રાજા તમારી આજ્ઞાથી આ તમારા અનુચરો સાથે અમો અત્રે આવેલ છીએ, માટે તમારા મનમાં ઈચ્છા હોય તે આજ્ઞા કરો. રાજાએ અગાઉથી સભામંડપ બનાવ્યો હતો. તેમાં સોનાના સિંહાસન ઉપર સઘળા ભૂદેવોને બેસાડી પુનઃ મધુપર્ક અને આઘપાઘથી પૂજા કરી મૂળરાજે સાષ્ટાંગ નમસ્કાર કર્યા કે આ ભૂમિના ધન્યભાગ કે આ ભૂમિ પવિત્ર કરવા આપ સહકુટુંબ પધાર્યા


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૭*

મહારાજા મૂળરાજ સોલંકી ઉત્તર ભારતમાંથી આવેલ આપણા પૂર્વજો- બ્રાહ્મણોનું સ્વાગત સિધધપુર મુકામે કરે છે.
(વિક્રમ સવંત-૧૦૫૦)

આ સભામાં કેટલાક તપોવૃદ્ધ, કેટલાક વયોવૃદ્ધ, કેટલા કુળવૃદ્ધ અને કેટલાક જ્ઞાન વૃધ્ધ એને કેટલાક સોમવલ્લીનો રસપાન કરનાર ભૂદેવો હતા. તેઓ મૂળરાજના વિનયથી ઘણા જ પ્રસન્ન થયા. પુનઃ મૂળરાજ સાષ્ટાંગ નમસ્કાર કરી બોલ્યા : હું આપના દર્શનથી હવે ભવસાગરથી મુક્ત થયો છુ માટે આજથી હવે હું રાજપાટ છોડી આ તીર્થસ્થળ શ્રીસ્થળમાં રાત દિવસ તપશ્ચર્યા કરીશ. સોનું, રૂપું, હાથી, ઘોડા, રાજ્ય જે આપ કહો તે તમને હું આપુ માટે મને સત્વરે આજ્ઞા કરો હં બ્રાહ્મણોને મારા ઈષ્ટ ગણું છું. માટે આપ મને પાપથી મુક્ત કરો. જે વસ્તુની ઈચ્છા હોય તો તે લઈ મને પાવન કરો. આ સર્વ વૈભવ અને રાજય આપનુ છે.આવેલ ભૂદેવો બોલ્યા કે હે રાજા, બ્રાહ્મણોને ઘરે રાખીને પાળવા એ કામ ઘણું જ કઠણ છે માટે હે મુળરાજ ! તું સ્વધર્મ થી પ્રજાનું પાલન કર તેથી આ લોકમાં અને પરલોકમાં તું સુખી થઈશ. અમે તારા તેડાવ્યા આવ્યા છીએ પણ તીર્થ કરવા જ આવ્યા છીએ. તારું રાજ્ય અને વૈભવ લેશમાત્ર પણ ઈચ્છતા નથી. અમે તપસ્વી છીએ. રાજ્યનું દાન લેવું એ અમારો ધર્મ નથી. અમો સદા અયાચક છીએ. રાજ્યધન અમારા તપને હાનિકર્તા છે. અમારા તપને બાળી દાન ગ્રહણ કોઈ રીતે વ્યાજબી નથી. તેથી અમો કોઈ રીતે તારું દાન લેવાના નથી. અમે થોડા દિવસ રહી આ કુમારિકા સરસ્વતી નદીના કિનારા ઉપર તપશ્ચર્યા કરીશું. એમ કરી ભુદેવો તપશ્ચર્યા નો પ્રારંભ કરવા લાગ્યા.

આ બાબતે મૂળરાજ ચિંતા કરતો પોતાના મુકામ ઉપર આવ્યો. અહો ! શું બ્રાહ્મણ ની નિર્લોભ વૃત્તિ ! જ્યાં મારું દાન લેવાની આ પવિત્ર બ્રાહ્મણો ચોખ્ખી ના પાડે છે ત્યાં હુ શી રીતે રુદ્રમાળમાં તેમના હાથથી શિવલિંગોની સ્થાપના કરાવી શકીશ ? અને હું કઈ રીતે પાપ થી મુક્ત થઈ શકીશ ? એવા વિચારો રાત્રી દિવસ કરવા લાગ્યો. ઋષિઓ તપશ્ચર્યા કરવા રાજાના સત્કારની સ્પૃહા રાખતા નથી. ઓદિચ્ય બ્રાહ્મણો રાત્રી દિવસ જુદા જુદા સ્થળોમાં નિત્યકર્મ કરવા લાગ્યા.

ટૂંકમાં ઉત્તર ભારતમાંથી આવ્યા એટલે ઔદિચ્ય કહેવાયા અને ૧૦૦૦ બ્રાહ્મણ આવ્યા માટે સહસ્ત્ર કહેવાયા. આમ આપણે બધા ઔદિચ્ય સહસ તરીકે ઓળખાવવા લાગી.

*છેવટે દાન ગ્રહણ ક્યું*

તીર્થાટન અર્થે આવેલા ઋષિઓ રાજાનું દાન લેવાનું ના પાડી, શ્રીસ્થળમાં જુદા જુદા સ્થળોમાં ફરવા લાગ્યા. છેવટે દેશમાં જવાનો ઈરાદો રાખી એક દિવસ સઘળા ઋષિઓ ભેળા થઈ નિશ્ચય કર્યો કે આપણે હવે ઘણા દિવસ થયા, અહીં આવી આ શ્રીસ્થળ તીર્થમાં ફરી દર્શનનો તથા સ્નાનનો લ્હાવો લીધો છે. હવે આપણા મૂળ સ્થાનમાં જવું જોઈએ. પરંતુ આ થોડે દૂર દધિચી ઋષિના મહાન પવિત્ર આશ્રમની ભૂમિ છે. એ સ્થળમાં આપણે છેવટે થાકીને રાત્રી નિવાસ કરી, પછી મૂળરાજની રજા લઈ આપણી ભૂમિ પર જઈએ તો સારું. આ આપણી સ્ત્રી, બાળકોને આ સ્થળે રાખી, ચાલો દધીચિ ઋષિના આશ્રમમાં પાંચ રાત્રી દર્શન જઈ આવીએ. સઘળાઓની સંમતિ થતાં સઘળા ઋષિઓ તૈયાર થઈ પોતાની સ્ત્રીઓને કહેવ‍ા લાગ્યા કે, અમો દધીચિના આશ્રમમાં પાંચ રાત્રી નિવાસ કરવા જઈએ છીએ માટે તમે પાછળ અગ્નિહોત્રનું રક્ષણ કરજો અને આ આશ્રમમાં સુખ શાંતિથી સ્થાયી રહેજો.આ પ્રમાણે કહી સધળા ઋષિઓએ દધીચિ આશ્રમ તરફ ગમન કર્યું. આ ખબર નિરાશ થયેલા મુળરાજ ના જાણવામાં આવતા તેણે પોતાના રાણીવાસમાં જઈ પોતાની પદમાવતી નામે પટરાણીને કહ્યુ કે
હે મહારાણી આ સ્થળમાં આવેલા ઋષિ ભુદેવો મારા દાનનો સ્વીકાર કરતા નથી. મારા ઋષિઓ શ્રીસ્થળ છોડી દધિચીના આશ્રમમાં ગયા છે. અને ત્યાં પાંચ રાત્રી રહેવાના છે માટે સુભગે !! તમે તુરતજ શ્રીસ્થળ જાઓ કારણ કે ઋષિઅોની પત્નીઅો ત્યા અેકલી જ રહી છે માટે તમો દરેક પ્રકારની યુકિત પ્રયકિત કરીને સરસ્વતીમાં સ્નાન કરીને અનેક તરહના વસ્ત્રાલંકાર જવાહીર વગેરે દાન ઋષિ પત્નીઅોને અાપો.જો ઋષિ પત્ની આપણુ દાન સ્વીકારશે તો તેઅો તેમના પતિદેવ ને સમજાવી આપણી ભુમિ ઉપર સ્થાયી રાખી શકશે.


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૮*

અનેક તરેહના વસ્ત્રાલંકાર, જવાહીર વિગેરે દાન ઋષિ પત્નિઓને આપો. જો ઋષિ પત્નીઓ આપણા દાનનો સ્વીકાર કરશે તો તેઓ તેમના પતિઓને સમજાવી આપણી ભૂમિ ઉપર સ્થાયી.રાખી શકશે. હે પ્રિય ! મેં કરોડોનો જે રુદ્રમાળ માટે ખર્ચ કરેલ છે તે મારું ખર્ચ બરબાદ જાય છે. માટે તમો જલદી સરસ્વતીમાં સ્નાન કરવા માટે પધારી ઋષિ પત્નીઓને મન પસંદ દાન આપી મારી ઈચ્છા પૂર્ણ કરો. મને ખાત્રી છે કે તમે આ કામ સફળતાપૂર્વક કરી શકશો.અયાચક ઋષિઓની પત્નીઓને તમે રીઝવી શકશો.

સ્વામીનાથ !તમો નિશ્રિત રહો. હું ઋષિ પત્નીઓને રીઝવી શકીશ. મનપસંદ વસ્ત્રો,અલંકારો આપીને રાજી કરીશ અને અહીં સ્થાયી રહે એવી યુક્તિ પણ કરીશ. મહારાજા હું સત્વરે જ ત્યાં જાઉં છું.
પદમાવતી સ્વામીની આજ્ઞા લઈ, લાખોની કિંમતના દાગીના અને વસ્ત્રો લઈ શ્રીસ્થળમાં એક હજાર દાસીઓ સાથે આવી. સઘળી દાસીઓને અનેક તરેહના નવીન વસ્ત્રાઅલંકારો પહેરાવ્યા. જે જોતાં અબળા જાતિ ઋષિ પત્નીઓ મોહિત થઈ જાય. આવા ઠાઠથી પદમાવતી રાણી શ્રીસ્થળમાં આવ્યા.

બીજા દિવસે દેવ ઊઠી (કારતક માસની) અગિયારસ હોવાથી પટરાણીએ ઉપવાસ કર્યો અને પ્રાતઃ કાળમાં સરસ્વતીમાં સ્નાન કરવા એક હજાર દાસીઓ સાથે આવી નદીના કાંઠા પર અનેક કિંમતી દાગીનાઓનો ઢગલો કરી રાણી સ્નાન કરવા લાગ્યા. સ્વરૂપવાન પટરાણી અને તેની દાસીઓના સમૂહને નદી પર સ્નાન કરતી જોઈ ઋષિઓની પત્નીઓ જેઓ જંગલમાં સુદામા જેવી હાલતમાં સામન્ય વસ્ત્રો ફુલ ના દાગીના પહેરી રહેતી હતી. તેમણે આ ઈન્દ્ર સમાન વેભવી સ્ત્રીઓને જોઈ ! તેમની ચિકિત્સા જોવા સારૂ ત્યાં આવી.

પટરાણી ઋષિ પત્નીઓના દર્શન કરતાં સત્વરે તેમની પાસે આવી દંડવત કરવા લાગી અને મધુર વચનથી વિનંતી કરવા લાગી કે હે દેવિઓ ! આજે હું તમારા દર્શન કરવાથી મહાન ભાગ્યશાળી થઈ છે. દેવીઓ આપ બ્રાહ્મણી મારી પૂજય માતુશ્રીઓ છો હું તો આપની બાલિકા છે. આ બધા વસ્ત્રાલંકારો હે દેવીઓ, આપની કૃપાની જ પ્રસાદીનું ફળ છે. આ ભૂમિને પવિત્ર કરવા!આપને પધારેલા જાણી આજે હું અગિયારસનો પવિત્ર દિવસ હોવાથી આ કુમારિકામાં સ્નાન કરવા આવી છું. મારી ઈચ્છા સ્નાન કર્યા પછી આપના દર્શને આવવાની હતી. દરમ્યાન મારા મહાન અહોભાગ્ય કે આપ અન્નપૂર્ણાઓએ આવી મને દર્શનનો લાભ આપ્યો. અવિનયની ક્ષમા !કરશો કે મારે તમારી પાસે આવવું જોઈએ, તેના બદલે આપ દેવીઓ શ્રમ લઈ અહીં પધાર્યા ! એથી હું આપનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરું છું.

રાણીના નમ્ર અને મધુર વચન સાંભળી ઋષિ પત્નીઓ બોલી છે ભાગ્યવંતી નારી તારું જીવન દુનિયામાં સફળ છે. અમો ઋષિ પત્નીઓ જંગલમાં રહી વલકલ વસ્ત્રો પહેરી અમારી જિંદગી સુદામાના રૂપમાં વ્યતિત કરીએ છીએ. તું ભાગ્યશાળી છે. પાટણના નૃપતિ મૂળરાજની પટરાણી થઈ છે. બહેન ! આવાં વસ્ત્રાલંકારો પહેરી દુનિયાનો લ્હાવો તું લે છે ધન્ય છે તને.'


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧૯*

અમે તને જોઈ ઘણા ખુશ થયા છીએ. જે ભાગ્યવંતીનારી તું લોક અને પરલોકમાં બન્ને જગ્યાએ તરી ગઈ છે. તારા ગૃહસ્થાધર્મને ધન્ય છે. અમે તારા ભાગ્યને જોઈ ઘણા રાજી થઈએ છીએ.માતાઓ ! એ બધું આપની કૃપાનું જ ફળ છે. બધા વસ્ત્રાલંકારો મારે કે અમારી દાસીઓને પહેરવાના નથી. એ તો આજે હું દાન-નિમિત્તે વાપરવાની છું. હું મહારાજાની પટરાણી છું હું જ્યારે તીર્થસ્થળમાં આવું ત્યારે સ્નાન કરી બ્રાહ્મણ બાળાઓને પહેરાવી મહાન પાતકોથી મુક્ત થાઉં છું. કારણે કે રાજ્ય મદમાં અનેક અધર્મો મારા હાથથી થાય, એ અધર્મોથી મુક્ત કરનાર આપ ઋષિ પત્નીઓ બ્રહ્મ બાળાઓ જ છો. માટે હું ભાગ્યશાળી નથી પણ મને ભાગ્યવંતી બનાવવા આપ દેવીઓ જ સમર્થ છો. હું દાન કરી પાપ મુક્ત થાઉં છું. પણ તમો તો તપથી પાપમુક્ત છો. તેમ બીજાને પણ આશીર્વાદ આપી પાપમુક્ત કરો છો. માતાઓ ! ! !
આ સઘળા અંબાર મેં કૃષ્ણાર્પણ કરેલાં છે. તો જો આપને દાન લેવાની ઈચ્છા હોય તો આપની ઈચ્છાનુસાર આપ ગ્રહણ કરો અને મન પસંદ વસ્ત્રાલંકારો આપના અંગ ઉપર ધારણ કરો.

સ્વાભાવિક રિવાજ છે કે, સ્ત્રીઓનું મન નવા વસ્ત્રાલંકાર પહેરવા સદા ઉત્સુક રહે છે.સોનારૂપાનાં ઘરેણાં ન મળે તો કદાચ કથીરનાં પહેરવા પણ સ્ત્રીઓ લલચાય છે. અને તેવાં પહેરીને પણ પોતાના મનનો આનંદ માને છે. તો પછી આ ઋષિ પત્નીઓ નવરંગી વસ્ત્રાલંકાર પહેરવા લલચાય તેમાં નવાઈ ન જ ગણાય.

રાણીનું વચન સાંભળી એક ઋષિપત્ની બોલી : રાણી મને આ મોતીની માળા ધણી પસંદ છે માટે આપો હું તમારું દાન લેવા ખુશી છું. તુરંત રાણીએ તેના ચરણ પ્રક્ષાલન કરી મોતીની માળા આપી દીધી. તુરત બીજી સ્ત્રીઓ પણ લલચાઈ અને વસ્ત્રાલંકારોની યાચના કરવા લાગી.રાણીએ એક પછી એક સધળી દેવીઓના પગનું પ્રક્ષાલન કરી દાન આપી દીધાં. જોત જોતામાં સધળા વસ્ત્રાલંકારોનો અંબાર ઋષિપત્નીઓએ ઊઠાવી લીધો, છતાં ઘણી ઋષિ પત્નીઓની જિજ્ઞાસા તૃપ્ત થઈ નહીં. તેથી રાણી બોલી : માતાજીઓ આથી વિશેષ છે કાલે
સ્નાન કરવા આવીશ ત્યારે લાવીશ અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરીશ.એમ કહી બીજા દિવસે તેથી વિશેષ વસ્ત્રાલંકારો લાવી ઋષિ પત્નીઓને આપ્યા. આમ પાંચ દિવસ સુધી ઋષિઓની ગેરહાજરીમાં પદમાવતીએ ઋષિ પત્નીઓને દાન આપી તેમને રાજી કરી દીધી.

વ્હાલા ઓદિચ્ય બંધુઓ, તમારા વડીલોની તપશ્ચર્યા અને ઋષિપદ જેઓ દાનની અનાદર કરી ટકાવી રાખ્યા હતાં તે તપભંગ ઋષિપદનો નાશ આ પદમાવતી રાણીએ અયાચક ઋષિઓની પત્નીઓને દાન આપી આ એકાદશી દિવસથી કર્યો. ત્યારથી અયાચકના વંશજો આપણે તપોબળ ગુમાવી દાન લેવા શીખ્યા.

દધિચી આશ્રમ પ્રત્યે ગયેલા આપણા વડવાઓ ઋષિઓ પોતાના આશ્રમમાં આવતા પોતાની સ્ત્રીઓને નવા અલંકારો પહેરેલા જોઈ ક્રોધાતુર થઈ બોલ્યા : હે ! પાપીણીઓ, ધર્મ વિરૂધ્ધ આ શું આચરણ ? વલ્કલ વસ્ત્રોને ત્યજી આ આભૂષણો અને વસ્ત્રો ક્યાંથી લાવ્યાં? કોણે આપ્યાં અમારી તપશ્ચર્યાનો ભંગ કરનાર કોણ પાપી મળ્યું કે તમને બ્રાહ્મણ ધર્મમાંથી નષ્ટ ક્યાં? સત્વરે ચાલ્યાં જાઓ.

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૦*

સ્વામીઓ જરા શાંત થાઓ ! પ્રાચીન તીર્થમાં સ્નાન કરવા મૂળરાજ રાજાની પટરાણી પદમાવતી આવી હતી. તેણે અમને આ વસ્ત્રાભૂષણ દાનમાં આપ્યાં છે. અને અમે પહેર્યા છે.આ શરીરે વસ્ત્રાલંકારમાં આજ સુધી વલ્કલ જ પહેર્યા હતા. આજે આ કિંમતી વસ્ત્રો પહેર્યા છે.અમારો કોઈ અપરાધ થયો છે ?

અરે !! પાપીણીઓ ખોટું કેમ નથી ક્યું ? દાન લેવાથી અમારી તપશ્ચર્યા સઘળી ભસ્મીભૂત થાય છે. અમારા તપ શું મૂળરાજ માટે છે ? તમે ઘણું જ ખોટું ક્યું. તમારો દોષ નથી. એ દોષ મૂળરાજ અને તેની પટરાણીનો છે. માટે અમો તેને શ્રાપ દઈ તેનો લય કરી નાંખીએ છીએ. અમે કહી સઘળા ઋષિઓ ક્રોધાતુર થઈ રાજા અને તેના દેશનો નાશ કરવા સારું હાથમાં જળ લઈ તેને મંત્ર થી માર્જન કરવા લાગ્યા.

આ બનાવ જોઈ ઋષિ પત્નીઓ પોતાના સ્વામી પ્રત્યે ક્રોધ કરી બોલવા લાગી : એમાં રાજાનો કે રાણીનો કે દેશનો દોષ શું છે ? હે ઋષિઓ !! તમારે રાજાને શ્રાપ દેવો નહીં. અમારૂ વચન સાંભળો. તમારા ઘરમાં દારીદ્ર વડે કરી. અમે સદા દુર્બળ હાલતમાં રહ્યાં, અને મનુષ્ય જન્મ ધરી તમારા ઘરમાં કાંઈ જ સુખ આજ સુધી જોયુ નથી. અમે તો ગૃહસ્થાશ્રમ ધારણ કરેલો છે. માટે સંસારનો લ્હાવો લેવો જોઈએ. તમારા ઘરમાં તે લ્હાવો લીધો નથી. આ અમારા બાળકોના કૃષ શરીર તો જુઓ. તમારા ઘરમાં તપશ્ચર્યા કે બીજું કાંઈ શરીર પર આભૂષણ તમારા બાળકોને ભસ્મ ચોળાવી તે જ કે બીજું કાંઈ ? મૂળરાજની રાણી સ્નાન કરવા આવી અને અમને આપ્યાં તેમાં તેનો ગુનો શું છે ? અમારે હવે ભીખારી ગૃહસ્થાશ્રમ ચલાવવો નથી. માટે તમે મૂળરાજ પાસેથી સારાં ઘરો અને મકાનો લ્યો. અમારે આ ભૂમિ છોડી દેશમાં આવવું નથી.
અમો તો અમારાં બાળકો સાથે આ ભૂમિમાં જ રહીશું. જો તમે અમારું વચન નહીં માનો તો અમે બધા અમારા પ્રાણત્યાગ કરી તમને સ્ત્રી હત્યા નુ પાપ આપીશું. અને એ પાપથી તમો રૌરવ નરકમાં પડશો એ ખચિત માનજો. જે રાજાએ તમોને આગ્રહ કરી તેડાવ્યા તેના આત્માને ખેદ આપી તેની ઈચ્છાઓનો ભંગ કરશો તો તેનું ફળ તમોને સારું મળવાનું નથી. તમારો ઋષિઓનો ધર્મ પરોપકાર જ કરવાનો છે. તમો દધિચીના આશ્રમમાં ગયા તે દધિચી મહાત્માએ ઈન્દ્ર અને દેવના કલ્યાણ માટે પોતાનો દેહ ત્યાગ કરી પોતાના અસ્થિ (હાડકાં) દેવને હથિયાર બનાવવા આપ્યાં તે જ વંશના તમે છો.તમને મૂળરાજ નૃપતિ પોતાના કલ્યાણ માટે અથાગ શ્રમ અને ખર્ચ કરી અહીં લાવ્યા તેનો ઉપકાર બાજુ પર રાખી, દાન લેવાની ના પાડી આ પ્રકારે કરવા બેઠા છો તે યોગ્ય નથી? દાન લેવાથી તો તમારો ગૃહસ્થાશ્રમ સુધરે છે.

આ પ્રમાણે સ્ત્રીઓનો દ્રઢ નિશ્ચય જોઈ, ઋષિઓ શાંત થયા. મનમાં વિચાર કરવા લાગ્યા કે, ધર ફુટે ઘર જાય, પત્નીઓ જ ફરી બેઠી તો પછી હવે બીજો ઉપાય નથી. એમ ધારી હાથમાં શ્રાપ આપવા માટે લીધેલું જળ જમીન પર નાખી દીધું અને શાન્ત થઈ અગ્નિહોત્રી કામ કરવા લાગ્યા.

ઋષિઓ યાત્રાથી આવ્યા છે એ ખબર મૂળરાજને પડતાં તેમના દર્શન માટે ઋષિ આશ્રમ માં અાવ્યા

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૧*

અને સઘળા ઋષિઓને સાષ્ટાંગ નમસ્કાર કરી નમ્રતાથી દીન વાણીમાં બોલ્યા: મહર્ષિઓ, તમારા દર્શનથી હું મહાપવિત્ર થયો છું. પરંતુ આપ કૃપા કરી આ રુદ્રમાળમાં સ્થાપના આપના મંત્રોચ્ચારથી કરાવી, આપ અહીં સ્થાયી રહો તો હું મોટો ઉપકાર માનીશ.ગુર્જર ભૂમિ આપ જેવા ઋષિઓના સહવાસથી પરમ ધર્મ-કર્મનિષ્ટ થશે. મારું રાજ્ય, ગામ ગરાસ, હાથી ઘોડા, ધન, ધાન્ય જે કાંઈ ઈચ્છા હોય તે માંગો છું આપવા તૈયાર છું. મારા ગરીબ ઉપર આપ કૃપા કરવા પધાર્યા છો માટે મારી ઈચ્છા મુજબ વર્તીને મને રાજી રાખો.

મૂળરાજના વચન સાંભળી ક્રોધથી શાંત થયેલા ઋષિઓ બોલ્યાઃ હે નૃપતિ ! અમે તારા રાજ્યનું દાન લઈ રાજ્યને સાચવી શકીશું નહીં. તું જાણે છે કે જમદગ્નિના પુત્ર પરશુરામે એકવીસવાર પૃથ્વીને ન ક્ષત્રિય કરી એકવીસ વાર અમને પૃથ્વીનું દાન આપ્યું હતું. પરંતુ અમે સાચવી શક્યા નહીં અને પુનઃ બળવાન ક્ષત્રિયોમાંએ પૃથ્વીનું રાજ્ય ઋષિઓના હાથમાંથી લઈ લીધું. સૂર્ય કુળના રઘુ રાજાએ તારી માફક સઘળું રાજ્ય બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું તે પણ રહ્યું નહોતું. એ વખત સતયુગ, દ્વાપરયુગ હતો. આજે તો કળીયુગ છે તો પછી રાજ્યદાન અમારા હાથમાં શી રીતે રહેશે ?

મૂળરાજ બોલ્યો તે મહર્ષિઓ ! હું રાજ્ય આપી તપ કરીશ તો પણ તમારું સદા રક્ષણ કરીશ.

રાજા તારી ઈચ્છા મુજબ અમો વર્તીશું. શાથી કે તારી પટરાણી પદમાવતીએ અમારી સ્ત્રીઓના હૃદય હરણ કરી લીધા છે. તારી ઈચ્છા હોય તો તારું રાજ્ય અમારે જોઈતું નથી પણ આ શ્રીસ્થળ નગર અમને આપ, અમો સ્વીકારીએ છીએ. હીરા માણેક, મોતી ધનધાન્યથી ભરપૂર કરેલાં બીજા ગામો પણ આપવા હોય તો અમને આપ. અમો તારા રુદ્રમાળની સ્થાપના વિધિ કરાવવા તૈયાર છીએ. સઘળી સામગ્રી તૈયાર કરાવો.

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૨*
*રુદ્રમાળ - ગુર્જરભૂમિ નું અૈતિહાસિક સ્થાપત્ય*

चालु किकान्वयो महाराजाधिराजः ।
श्री मूलराज: श्री राजिसुत: ।।

અણહિલવાડ પાટણમાં સ્થાયી સત્તા પ્રથાપિત કર્યા બાદ ચાલુક્ય વંશના મહાન પ્રતાપી- મુળરાજ સોલંકી દ્વારા પોતાના ગુરૂ કંથડી મહારાજ તથા અન્ય બાબતોની સલામી થી તેમજ પોતે જોયેલ દિવ્ય દેવ સભાની ફળશ્રતિરૂપે તેમજ પાછલી ઉમરે પોતે માતૃપક્ષ દ્રોહી નું પ્રાયશ્ચિત કરવાના ભાગરૂપે રૂદ્રમાળ બનાવવાનો નિર્ણય કર્યો અને સરસ્વતી નદીના કિનારે શ્રી સ્થળ(સિધ્ધપુર) ખાતે સ્થાન નક્કી કરવામાં આવ્યું હુદડ જોષી દ્વારા સુનિશ્ચિત કરેલ બ્રહ્મ મુહુર્તે તેની શરૂઅાત કરવામાં આવી

તીર્થ ભોમ્ય પાવન સુધર સિધ્ધક્ષેત્ર શુભ સ્વર
નિર્મળ જળ વહે સરસ્વતિ, સદા મોક્ષકો દ્વાર
તીનલોક પાવન પુરી સેવત સિધ્ધિ સદાય
દેવઋષિ માનવ સહી અંતર ધરી ઈચ્છાય
ઓર દેવ અગણીત વસે તીર્થ અનુપમ આય
રૂદ્રદેવ કે દરસને ટળે ત્રિવિધ મન તાપ
કાશી ગયા ગોદાવરી સબ તીર્થનકો સાર
કઈ દેહતી વસે જહાં હુવો કપીલ અવતાર
બિંદુ સરોવર વીમળ જળ, માતૃ ગયા કરી ન્હાય
પરસત તન પામર પતીત કોટી જન્મ અઘ જાય
સંવત દશ વર્ષ છવીસે, માઘ દ્વિતિય ગુરૂવાર
મૂળરાજ કુળ ચાવડો પાયો નૃપ અધિકાર
સુત સોલંકી વંશનો કપટે લીધુ રાજ
રૂદ્રમાળ આરંભિયો, પાતક ટાળવા કાજ

પુરાણોમાં કહેવાયું છે કે શ્રીસ્થળ નામનું મોટું તીર્થ સર્વે તીર્થક્ષેત્રોમાં શ્રેષ્ઠ રહસ્ય યુક્ત, સર્વપાપાને નાશ કરનાર છે. અને તે દેવોને પણ દુર્લભ છે. આ સાથે રહેનારા લોકોની જે ગતિ થાય છે. તેવી ગતિ કુરુક્ષેત્ર ગંગાકાર કે પુષ્કરજીમાં રહેનારા લોકોની પણ થતી નથી.જે મનુષ્ય સરસ્વતીનું નિત્ય જળપાન કરે છે તે મુક્તિ પામનારા છે.
તેઅો ધન્ય છે. અને તેજ પવિત્ર અને મોટા તપસ્વીનો છે. જેમ કહેવાય છે કે ગયા થી સ્વર્ગ એક યોજન દૂર છે, પ્રયાગથી અર્ધો યોજન દૂર છે. પરંતુ શ્રીસ્થળ જ્યાં પ્રાચીન સરસ્વતી છે ત્યાંથી સ્વર્ગ માત્ર એક હાથ દૂર છે. (સિદ્ધપુર માહત્મ્ય માંથી નોંધ લીધેલ છે.)



*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૩*

આમ શ્રેષ્ઠ સ્થળે વિક્રમ સંવત ૧૦૫૦ ના વૈશાખ સુદ અખાત્રિજ સક સંવત ૯૧૪ના દિવસે રૂદ્રમાળ (૧૧માળનું શિવાલય) ની ખાર્ મૂર્હુત વિધિ શરૂ થઈ અને તેને લગતો મહાન રૂદ્રયજ્ઞ ૧૧ દિવસે પૂરો થયો તે દિવસે સરસ્વતી નદીના પશ્ચિમ કિનારે એક વિશાળ પટાંગણમાં ભવ્ય તંબુઓનું નગર ઊભું કરવામાં આવ્યું હતું. તેમાં મહારાજા મૂળરાજ પાટણથી આવેલ મહારાણી માધવીદેવી, લાટ પ્રદેશની રાજ કુમારી પલ્લવકુમારી, અમાત્યો. બીજા રાજદરબારીઓ લશ્કરના સેનાપતિઓ નામાંકિત શેઠ શાહુકારો, નાગરિકો આ ભવ્ય સમિયામાં ઉપસ્થિત હતા. સમિયાણાના એક છેડે ખોદકામ કરી ત્યાં પાયાનો પથ્થર મૂકવવાનો હતો. તો,હજાર ઔદિચ્ય બ્રાહ્મણો ઉપરાંત યજ્ઞમંડળની એક બાજૂમાં ઔદિચ્યોની સ્વરૂપવાન વિદુષી મહિલાઓ અને તેમનો પરિવાર બિરાજતો હતો. તંબુઓની બહાર નોબત, શરણાઈ, ઢોલ, ત્રાંસા વિગેરે વાજિંત્રો ઉપસ્થિત હતા. બીજી બાજુ શણગારેલા હાથીઓ, અશ્વો રથ અને પાલખીઓ હતા.

સહસ્ત્ર બ્રાહ્મણોના પૂજ્ય અને આગેવાન એવા વયોવૃદ્ધ પંડિત શ્રી બોધાયન દ્વિવેદી(દવે) ના ઋગ્વેદના મંત્રોચ્ચાર વડે ખાતવિધિ શરૂ કરવામાં આવ્યો. મહારાજ અને મહારાણીજી સરસ્વતી નદીના પશ્ચિમ કિનારે પૂર્વાભિમુખ સુવર્ણના આસનો ઉપર બિરાજ્યાં હતાં અને તેમના જમણા હાથ તરફ શ્રી બોધાયન દ્વિવેદી અને તેમના પુત્ર બેઠા હતા. મહારાજની સૂચના અનુસાર શ્રીમતી માધવદેવીએ બ્રાહ્મણોવર્ય શ્રી બોયાધન દ્વિવેદીનું સરસ્વતીના પવિત્ર જળ વડે પાદપ્રક્ષાલન ક્યું અને ઉપસ્થિત બ્રહ્મદેવ-મંડળે મંત્રોપચાર વડે ખાતવિધિમાં પોતાના સૂર પુરાવ્યા. વાંજિત્રોના સરોદ સાથે બંદિજનોએ મહારાજનો જયઘોષ કર્યો અને ખાતવિધિ પૂર્ણ થયો. દરેક બ્રાહ્મણને લાયકાત પ્રમાણે યજ્ઞવિધિમાં સ્થાન આપવામાં આવ્યા હતાં. તે પ્રમાણે પંક્તિઓમાં બ્રાહ્મણો બેઠા !હતા. આ સમુદાયે પણ વેદોના મંત્રોચ્ચાર કરીને રાજા અને રાણીનું સ્વાગત હતું. અને એ પ્રમાણે સતત અગિયાર દિવસ સુધી સવાર-સાંજ મહારૂદ્ર યજ્ઞ ચાલ્યો હતો. તેનું યથાસ્થિત વર્ણન
કરવું આ સ્થળે અશક્ય છે.અંતિમ દિવસે યજ્ઞવિધિ પૂરો થયા પછી મહારાજ મુળરાજ અને તેમના મહારાણી બીજા સ્ત્રીસમુદાય સાથે ઊભાં થયાં અને એક પછી એક એમ એક હજાર બ્રાહ્મણોના પાદપ્રક્ષાલન,ચંદન, અક્ષત વડે પૂજાવિધિ કર્યો. મધુપર્ક (દહીં, ઘી, મધ વડે કરેલું ખાસ પ્રકારનું પય જેમા
ચાર ભાગ દહીં, એક ભાગ ધી અને એક ભાગ મધ હોય છે.) વડે સૌનો સત્કાર કર્યો.અર્ચનવિધિ પૂરી થયા પછી દરેક બ્રાહ્મણના હાથમાં મહારાણી માધવીદેવી પુષ્પાંજલિએ અર્પણ કરી હતી. એ પછી રાજાએ અને રાણીએ પોતાના આસનો ઉપર બેઠક લીધી હતી ,

શ્રી બોધાયન દ્વિવેદીની સૂચના અનુસાર વેદમંત્રોથી અને બ્રાહ્મણોએ પુષ્પાંજલિ વડે રાજારાણીને આશીર્વાદ આપ્યા અને સાયંકાળે આ ભવ્ય વિધિ મહારાજાના જયઘોષ સાથે સમાપ્ત થયો.


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૪*

આ પ્રસંગે રાજાએ ગદગદ વાણીથી બ્રાહ્મણોને ઉદેશીને એક ટુંકુ પ્રવચન કર્યુ હતું, જેમાં તેમણે આ પવિત્ર બ્રાહ્મણોએ પોતાના રાજયની શોભારૂપ આવા પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણોના પાદસ્પર્શ પોતાની ભૂમિ પવિત્ર થઈ છે, પોતે કરેલાં કર્મમાંથી પોતે નિવૃત્ત થાય છે અને રાજયનો કારભાર હવેથી યુવરાજ ચામુંડરાજ સંભાળશે એવી જાહેરાત પણ કરી હતી.

वेदनेत्र नव समति वर्षे कार्तिके शशितिथी गुरुवारे ।

मूलदेवनृपतिः समदाद सदग्राम दानानि पण्डितकेभ्यः ।।

આ શ્લોકથી જણાય છે કે શાલિવાહન કૃત શાકે - ૯૨૪ ના કાર્તિક સુદ ૧૫ પુનમને ગુરૂવારે શ્રી મુળરાજે રૂદ્રમાળની સ્થાપના કરીને સર્વ ઓદિચ્ય બ્રાહ્મણોને ગામ આપેલા છે. જે વિક્રમ સવંત ૧૦૫૪ આવે છે. અને ઈ.સ. ૧૦૦૩ આવે છે એટલે કે શાકે ૯૨૪ના કાર્તિક માસની પૂર્ણિમા અને ગુરૂવારના દિવસે મહારાજ મુળરાજ પંડિતોને સુંદર ગામોના દાન આપ્યાં. શક સંવત, વિક્રમ સંવત અને ઈ.સ. નો મેળ બેસાડતાં આ વર્ષ નક્કી થઈ શકતું નથી. પરંતુ રૂદ્રમાળનો ખાતવિધિ સં. ૧૦૫૦ના વેશાખ સુદ ત્રીજથી શરૂ થયો હતો અને તેને લગતો મહારુદ્ર યજ્ઞ અગિયાર દિવસે પૂરો થયો હતો. તે પછી યજ્ઞની સમાપ્તિમાં દક્ષિણા માત્ર પુષ્પાંજલિથી આપવામાં આવી હતી એટલે તે પછીના વિક્રમ સંવત ૧૦૫૧ ના કાર્તિક સુદ પૂનમના રોજ ગ્રામદાન વિધિનો સમારંભ યોજવામાં આવ્યો હશે એમ માની શકાય છે. એ હિસાબે શક ૯૨૪ને બદલી ૯૧૪ હોવાનો સંભવ છે. લોક માં શક ૯૨૪ છે તેને બદલે શક ૯૧૪ હોવું જોઈએ. હસ્તલિખિત મુલ લખાણમાં છેકછાક કે એવા દોષને કારણે આ ભૂલ થવા પામી હોય એમ જણાય છે.

આ પછી રાજાએ દુનિયાના આશ્ચર્યસમો રૂદ્રમહાલય બંધાવવો શરૂ કર્યો. રૂદ્ર એટલે શિવ અને મહાલય એટલે મોટાં મંદિર અગિયાર માળો ધરાવતા એ મહાન મંદિર ઉપરથી નજર કરતાં ! તે સમયના ગુજરાતના પાટનગર પાટણના સહસ્ત્રલિંગ તળાવ પર પાણી ભરતી પાણીયારીઅોમાં જોઈ શકાતી. આ ઉપરથી રૂદ્રમહાલયની સર્વોત્કૃષ્ટ ઉંચાઈનો ખ્યાલ આવશે. આજે તેનો જે ભાગ બાકી રહ્યો છે તે ખંડેરોમાં પણ જે મહાન શિલાઓ ગોઠવી છે તે જોતાં તે સમયના વૈજ્ઞાનિક બળ ની શ્રેષ્ઠતા અગર આ કાર્યમાં કોઈ રાક્ષસી સતા નુ દર્શન કરવે છે.
મુળરાજ ની હયાતીમાં આ મહાન મંદિર પુરુ બાંધી શકેલા નહિ તે પછી પાંચમી પેઢીઅે મહારાજ કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહે પૂરું કરાવેલું હતું.


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૬*
ઉપદેશ તરંગિણીના પાઠ પ્રમાણે ૧૦૦૦૦ સુવર્ણ કલશ હતા, ૧૭૦૦૦ હાથી અને ઘોડાઓની પ્રતિમાઓ (આકાર) હતી. આ ઉપરથી એ રૂદ્રમહાલય કેવો ભવ્ય અને કેવા વિશાળ હશે તેની કાંઈ કલ્પના કરી શકાય છે. આમ રૂદ્રમાળ આડાપત્થર ના પાટડા, પત્થરના સ્તંભ,સોનુ, છપ્પન પ્રકારના જુદી જુદી જાતના હાથી-ઘોડાઓની કૃતિઓ બનાવવામાં આવી હતી.રુદ્રમાળ માટે એવું કહેવાય છે કે તેની શોભા જોઈ દેવ લોકો પણ રોમાંચિત થતા હતા તેની શોભાની અતિશયોક્તિ અલંકાર જેમકે

सौधाग्राणिपुरस्यास्य स्पृशं तिविधु मंडलम् ।
अतिशयोक्ति अलंकारः अत्यंतस्तु पराक्रमे ।।

એટલે કે વિશેષ પરાક્રમ દેખાડનારા વચનોમાં અતિશયોક્તિ અલંકાર થાય છે જેમ કે આ નગરના મંદિરો, મકાનો ચંદ્ર મંડલનો સ્પર્શ કરનારો છે. અર્થાત્ અતિશય ઉંચા છે અને દેવલોકને રોમાંચ થાય તે વાક્યો રૂદ્રમાળની મહત્તાનાં સૂચક છે.

આમ મૂળરાજ સોલંકી દ્વારા શરૂ કરેલ રૂદ્રમાળ પાંચમી પેઢીએ મહારાજા સિદ્ધરાજા જયસિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો ચૌલુક્ય વંશનો આ મહાન ચક્રવર્તી રાજા વિઘાપ્રેમી અને વિદ્વાનો નો પૂજક હતો અને ચુસ્ત શૈવધર્મી હોવા છતાં તમામ સંપ્રદાયો માટે પણ સહિષ્ણુ હતો!તેની માતા કર્ણાટક પ્રદેશની રાજકુમારી મયણલ્લા (મીનળદેવી) તથા તેના પિતા કર્ણદેવના ચતુર દીવાન ઉદયન (ઉદો મહેતો) મહારાણીના મુખ્ય સલાહકાર હતા.અને મહાન વ્યાકરણાચાર્ય જૈનમુનિ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિએ સિદ્ધહેમ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા અનેક જૈન ગ્રંથો આ રાજા અને રાજ્યની સહાયથી લખ્યા છે જેમાંના સિદ્ધહેમ વ્યાકરણને હાથીની અંબાડી ઉપર પધરાવીને તેની શોભાયાત્રા અણહિલપુર પાટણમાં મહારાજા જયસિંહે યોજી હતી. મહારાજા જયસિંહે અનેક વિજયો પ્રાપ્ત કર્યો સંસ્કૃત તથા બીજી ભાષાઓનાં સાહિત્યનું બહુમાન કર્યુ. અણહિલપુર પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ નામનું સરોવર વિગેરે અનેક બાંધકામો કરાવ્યા. તેમજ મહારાજા મૂળરાજે શરૂ કરેલા શ્રી સ્થલના રૂદ્રમાળનું અધુરું રહેલું બાંધકામ પણ પૂર્ણ કરાવ્યું. આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોવાથી જયસિંહના નામ સાથે ઉપનામ સિદ્ધરાજ પણ પડ્યું હતું. અને શ્રીસ્થલનું નામ પણ સિદ્ધપુર પડ્યું હતું. આજે ગુજરાતની જે અસ્મિતા છે તેનો સંપૂર્ણ યશ આખરે તો મહારાજા સિદ્ધરાજ જયસિંહને ફાળે જાય છે. _

ટૂંકમાં મૂળરાજે રૂદ્રમાળનો પાયો નાખ્યો હતો તેની પાંચમી પેઢીએ મહારાજા સિધ્ધરાજે પોતાના રાજયકારોબારના ૨૫માં વર્ષે પુરો કર્યો જેમાં પોતાના વડવા મહારાજ મુળરાજને પોતે નમતા હોય તે રીતે પોતાની અને મહારાજા મૂળરાજની પ્રતિમાઓ સિધરાજે મુખ્ય દ્વાર માં !કોતરાવી હતી પાંચ પેઢીથી ચાલતા અને ૧૧૯ વર્ષ સુધી આ પવિત્ર સ્થાપત્યનું કરોડો સોનામહોરોના ખર્ચે બાંધકામ સંપન્ન થયું હતુ અને દેવી કારીગરી વાળા દનિયાની અજાયબીરૂપ હિંદુઓની આસ્થાનું પ્રતિક અને ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોની શ્રધ્ધાનું કેન્દ્ર આ રૂદ્રમાળ છે.

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૭*
સવંત બાર બીલોત્તરે (૧૨૦૨)
રૂદ્રમાળની સ્થાપના, માઘ માસ પરમાણ
કૃષ્ણપક્ષને ચતુદશી, વાર સોમ નિરધાર
શંકરે રાંધરે પુજીયા નામ થયું જુગ ચાર
કહેવાય છે કે સિદ્ધરાજને બાબરોભૂત નામે એક પિશાચ તાબામાં રહેતો હતો અને તેની સહાયથી!આ ખૂબ વજનદાર પથ્થરોને ઉપર ચડાવવામાં આવ્યા હતા. આ મહાલયમાં એક સહસ્ત્ર શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને સવાર સાંજ આરતી સમયે વચ્ચેનો ઘંટ વગાડતા તેની સાથે બાંધેલા બધા ઘંટ ગાજી રહેતા અને તે ઘંટનાદોનો ધ્વનિ વાતાવરણમાં ભળી જઈ આસપાસના પ્રદેશમાં ફેલાઈ જતો. આ મહાલયની જગાએ સતયુગના સમયથી મહાદેવજીનો વાસી હતા અને તે જ સ્થળે મૂળરાજે રૂદ્રમાળની સ્થાપના કરી હતી. રૂદ્રમહાલયની પુરાણમાં મહાલયતીર્થ નામ આપવામાં આવ્યું છે રૂદ્રમહાલયની રચના કેવી હતી તે નીચેના જુના કવિતામાંથી સમજાય

વર્ષ ચૌદ ચુંવાળ, સ્તંભ સત સોળ નિરંતર.
પુતળી સહસ્ત્ર અઢાર, જડીતર મણીક મનોહર.
છપ્પન લક્ષ તો ગજતુરી, બોતેરસો બારી બડી.
ત્રીસ સહસ્ત્ર ધ્વજ દંડ, સવલક્ષ બાજે ઘંટ ઘડી.
કનક, કળશ, શીર આંગળી, છોતેરસોં જાળી જડી.
રૂદ્રમાળ ગણના કરી, ચોદ કોડ મોહોર કાગદ ચડી.
મોહોરતણું માથું ક્યું, સોળ રૂપિયે એક.
રૂદ્રમાળમાં વાપરી, રાયે કરી વિવેક.
માળ સહીત ખટ પંચ, ઉચ્ચ બાદલોંસે અડીયો.
બાર કોશ ચોફેર, નિહાળી ઉપર ચડીયો.
ત્રિકાળદર્શી ટંકી, હોંશીલો હુદડ આવ્યો.
શેષ શીરપેં મેખ, હોંશથી ઠોકી ચાલ્યો.
ઉપર આપેલ રૂદ્રમાળ અંગેના બે પળોમાંથી ૧-૫ રત્ન મંદિર ગણિની ઉપદેશ તરંગીણી નામે ગ્રંથ કૃતિમાં સંવત ૧૫૦૦- ૧૫૫૮ ના અરસામાં ઉધ્ધૃત થયેલાં જણાય છે. એ પહેલા પઘમાં સિદ્ધપુરમાં સરસ્વતિના તીરે સિદ્ધરાજે બંધાવેલા રૂદ્રમહાલયનું વર્ણન છે. તે ઐતિહાસિક દૃષ્ટિએ ખાસ ઉપયોગી છે. એમાં રૂદ્રમહાલયમાં સ્તંભ વગેરે કેટલા હતા તેની સંખ્યા આપેલી છે.એ સંખ્યા પ્રમાણે રૂદ્રમહાલયમાં ૧૪૪૪ સ્તર હતા, ૧૭૦૦ સ્તર હતા, ૧૭૦૦ સ્તંભ હતા, ૧૮૦૦ પુતલીઓ હતી જે હીરા માણેકથી જડેલી હતી, 30000 નાના મોટા ધ્વજ હતા



*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૨૯*
સવંત તેરસો એકસઠે, દીલીને દરબાર.
શાહ ખૂની અલાઉદ્દીન, આવી લડયો અપાર.
રૂદ્રમાળ પાડી પાધર, કર્યો, નરો ઉતાર્યો નાદ.
હિંદુ હણી, અનેરને, કીયો મહા ઉત્પાત.

આ શ્રદધા કેન્દ્રનું એક ધર્માધ પરદેશી લુંટારુ એવા અલાઉદ્દીન ખિલજીએ સવંત ૧૩૬૧ માં બે-ત્રણ દિવસની લડાઈમાં નાશ કર્યો. અને હવે આપણે હિંદુઓ તે ઉપર આંસુ સારવા સિવાય કશું કરી શકતા નથી. ઐતિહાસીક તવારીખ મુજબ કદાચ ઈ.સ. ૧૩૦૪ ની સાલ હતી. તે સમયે થયેલ સંઘર્ષમાં એતિહાસીક સ્થાપત્ય એવા રૂદ્રમાળનો નાશ કરી અપાત્ ધર્મ માં શસ્ત્ર ધારણ કરવાની શાસ્ત્ર આજ્ઞાનુ પાલન ન કરનાર બ્રાહ્મણોને મુસલમાન બનાવ્યા જે આજે વોરા મુસ્લિમ છે તેમની અટક હમણાં સુધી આપણી અટકો હતી.તેઓ બધા ૨૦૦ વર્ષ સુધી સમાજમાં રહેવા માટે આપણી પાછળ પાછળ પરંતુ વિવાહ વ્યવસ્થા તુટી ગઈ હોવાથી અને ધર્મપરિવર્તન વખતે ગૌ માંસ આદિ અભક્ષ્ય નુ ભક્ષણ પણ કર્યુ હોવાથી બ્રાહ્મણ તરીક સ્વીકારવામાં ન આવ્યા આથી તેઅો પણ આપણા ધર્મ માં પંચમ વર્ણ માં સામન્ય જાતિ તરીકે રહેવાનુ પસંદ ન કર્યુ.

બીજી જાતિમાં તો વહીવંચા બારોટ વિગેરે દ્વારા કુટુંબોના વંશવૃક્ષો રાખવામાં આવે છે. પરંતુ બ્રાહ્મણો મોટે ભાગે આ બાબતમાં બેદરકાર રહ્યા છે.તેથી આજના બ્રાહ્મણોને પોતાની પાંચ કે સાત પેઢીનું પણ પૂરું જ્ઞાન રહ્યું નથી. પોતે કયા ગામના વતની હતા, ક્યું ગોત્ર, પ્રવર કેટલાં વિગેરેનું જ્ઞાન નથી. વેદની તો વાત જ શી પૂછવી જેને પોતાના દેશ, જાતિ કે કુળનું જ્ઞાન કે ગર્વ નથી તેની ઉન્નતિ કદી સંભવિત નથી.


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૩૦*
ઔદિચ્યોને ગામ અર્પણ વિધિ
રુદ્રમાળ માં શિવલિંગોની સ્થાપના અને બ્રાહ્મણોને દાન વિધિ :-

રુદ્રમાળની સ્થાપના માટેની સઘળી સામગ્રી મહારાજાએ અગાઉથી તૈયાર કરાવીને રાખી હતી. તેથી તુરંતમાં શુભ મુહૂર્ત આવવાથી ઋષિઓએ વેદશાસ્ત્ર વિધિ થી શિવલિંગોની સ્થાપના મહારાજા મૂળરાજ અને તેની પટરાણી પદ્માવતીના હાથથી દેવરાજની માફક યથાવિધિ કરાવી અને રુદ્રમાળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે બાબતે અગાઉના પ્રકરણમાં વિગતવાર માહિતી મેળવી.

આ સમયે કળીયુગનો પ્રભાવ આ સ્થળમાં નહોતો. પરંતુ સતયુગના સૂર્યવંશી રાજાની માફક, મહારાજા મૂળરાજ દેવ નૃપતિના દંપતી જોડીરૂપી દેખાતો હતો. યથાવિધિ શિવલિંગોની સ્થાપના કર્યા બાદ સઘળા ભૂદેવ ઋષિઓને દાન આપવા માટે મૂળરાજે તૈયારી કરી અને સુવર્ણ ની ઝારીમાં જળ ભરી તે જળ હાથમાં લઈ સંકલ્પ કર્યો કે, હે ઋષિઓ ! આપને શ્રીસ્થળ નગર તથા આસપાસના ગામો તથા શિહોર અને આસપાસના ગામો હું દાન તરીકે આપું છું.એમ સંક૯પ કરી જળ પૃથ્વી પર મૂક્યું.

આમ મહારાજ મૂળરાજને તેના મામા તરફથી જે રાજ્ય વારસામાં મળ્યું હતું તેનો પ્રદેશ મુખ્યત્વે શ્રીસ્થલ (તેને સારસ્વત મંડળ પણ કહેતા) તથા સિંહપુરના (સિહોર) નાં ગામોનાં દાન આપ્યાં હતાં. શ્રીસ્થળ અને તેની આસપાસનાં ૧૭૦ અને સિહોર અને તેની આસપાસના ૮૯ ગામો મળીને ૨૫૯ ગામો આપ્યાં પછી કંથડી મહારાજની સુચના પ્રમાણે બાકીના ૩૭
બ્રાહ્મણો જેમણે ટોળી બાંધીને દાન લેવાનો ઈન્કાર કર્યો હતો તેમને કોઇ રીતે સમજાવીને ગુજરાતમાં રહી દાન સ્વીકારવાનો આગ્રહ કર્યો, અને તે વખતના સિહોર વિભાગના (હાલના ખેડા જિલ્લાના પશ્ચિમ ભાગનાં) ૧૫ ગામો પણ દાનમાં આપ્યાં હતાં. ટોળી બાંધવાના કારણથી આ બ્રાહ્મણો ટોળકિયા ઔદિચ્ય કહેવાયા. .

આ રીતે સિદ્ધપુર વિભાગ (સંપ્રદાય) માં પ્રથમ એકવીસ બ્રાહ્મણોને પદ સહિત સિદ્ધપુર શહેરની આસપાસની જમીનો, બગીચાઓ વિગેરે સાથે ભેટો આપી હતી. આવા દરેક પદમાં હાથી, ઘોડા, ગાયો.રથો ઉપરાંત ગૃહસ્થ વ્યવહારને લગતાં વાસણો, વસ્ત્રો અને સુવર્ણ અને ૨જતના અલંકારોનો સમાવેશ થતો હતો. દરેક બ્રાહ્મણોને યજ્ઞયાગાદિક ક્રિયાઓ કરવા માટે તમામ પ્રકારના ઉપકરણો આપવામાં આવ્યાં હતાં. જે તે ગામમાં રહેવા માટે તમામ પ્રકારના ઉપકરણો આપવામાં આવ્યાં હતાં. જે તે ગામમાં રહેવા માટે યોગ્ય વિશાળ મકાનો અને તેને લગતી જમીનો પણ આપવામાં આવી હતી. રાજાએ પોતાના મંત્રીઓ અને કુટુંબીજનોની ખાસ સભા બોલાવીને તેમને આજ્ઞા કરી હતી કે “આ પરમ પવિત્ર બ્રાહ્મણોની તમારે રક્ષા કરવાની છે.”આહ ! એ નૃપતિ મૂળરાજનું ધર્મ રહસ્ય શું ? વેદ સંપન્ન બ્રાહ્મણો ઉપરની તેની પ્રીતિ અરે નવસો વર્ષની અંદરના તે જ વંશના બ્રાહ્મણોનું અત્યારનું ગૌરવ ક્યાં ? તે વખતના ભુદેવોની વેદવિદ્યા અને ક્યાં આજે જિહવામાંથી નિકળતી દયા, પ્રભુની ધ્વનિ, હર હર ઔદિચ્યો ! શું અત્યારની તમારી સ્થિતિ તમારી વેદવિવા ક્યાં ગુમ થઈ તે જ વંશજ યાચકવૃત્તિમાં અધોગતિમાં આવ્યા.

*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૩૧*

કાંઈ ખ્યાલ કરો, વડીલોના ઈતિહાસ વાંચી તેવા વિદ્વાન અને જ્ઞાતિમાં આપનો જન્મ થયો છે.સામાજિક વિવાહ વ્યવસ્થા સ્થિર કરો સમાજિક સ્તરે શાસ્ત્રો નુ અનુશાસન ક્રિયાન્વિત કરો વર્ણસંકરતા આદિ થી સમાજ ને મુક્ત કરો અત્યારનો ધર્મરહિત આચાર, તમારી વૃત્તિઓ વડીલોની કીતિને કેવી રીતે દીપાવશે??
આજે ૧૬ સંસ્કાર સંધ્યા ગાયત્રી શિખા સુત્ર સ્વ વેદ શાખા નો વેદાંત નુ અધ્યયન સંસ્કૃત સંસ્કૃતિ મુજબ આપણા પહેરવેશ બધુ છોડી દીધુ છે સ્વયં નો બ્રાહ્મણ તરીકે પરિચય પણ આપણે જાણતા નથી આપણા પતન પર આપણે અેક વાર નજર કરવાની જરુર છે.

મહારાજાએ દાનનો સંક૯૫ કરી જળ નીચે મૂક્યા પછી પ્રથમ સિદ્ધપુર શહેર એકવીસ(૨૧) બ્રાહ્મણોને દાનમાં આપ્યું, જેઓની અટક પદ સંજ્ઞાથી હાલ ઓળખાય છે. જેમ કે પ્રથમ પદના દવે, બીજા પદના, પાંચમા પદના, નવમા પદના એમ એકવીસમાં પદની આ સંજ્ઞાથી હાલમાં એ વંશના ઔદિચ્યો ઓળખાય છે. દા.ત. ૬ઠ્ઠી પદના ઠાકર, તેરમા પદના ઠાકર વિગેરે.

ઉત્તર ભારતમાંથી આવેલ ૧૦૩૭ ઋષિ બ્રાહ્મણોમાંથી ૫૦૦ બ્રાહ્મણોને સિધ્ધપુર અને તેની આસપાસનાં ૧૭૦ ગામો દાનમાં આપ્યા. આ ૫૦૦ બ્રાહ્મણોના વંશજો સિધ્ધપુર સંપ્રદાયના નામથી હાલમાં ઓળખાય છે.ત્યાર બાદ ૧૦૩૭ પૈકી બીજા ૫૦૦ બ્રાહ્મણોને સિંહસ્થળ કે જેનું બીજું નામ શિહોર જે સૌરાષ્ટ્રમાં આવેલું છે. તે શિહોર શહેર તેમજ આસપાસનાં ગામો ૫૦૦ બ્રાહ્મણોને આપ્યાં એટલે પાંચસો બ્રાહ્મણોને ૮૯ ગામો કાઠિયાવાડમાં આપ્યા, જેઓ શિહોર સંપ્રદાયના ઔદિચ્યો તરીકે ઓળખાય છે.

બાકીના ૩૭ બ્રાહ્મણો દાન લેવાનો ઈન્કાર કરી અલગ ટોળું વાળીને બેઠા માટે ટોળકિયા કહેવાયા. પણ છેવટે મૂળરાજના ઘણા આગ્રહથી દાન લીધું. જે ૩૭ માંથી ૬ બ્રાહ્મણોને ખંભાત (સ્તંભતીર્થ) આપ્યું. બાકીના ૩૧ ને ૧૪ ગામો હાલના ખેડા જિલ્લાની આસપાસનાં આપ્યાં. એ રીતે ૩૭ બ્રાહ્મણો વચ્ચે ૧૫ ગામો દાનમાં આપ્યાં. જેઓ સહસ્ત્રથી જુદું ટોળું વાળી બેઠા હતા. માટે તેના વંશજો આજે ઔદિચ્ય ટોળકીયા નામથી ઓળખાય છે.

આ પ્રમાણે ૧૦૩૭ બ્રાહ્મણોને તેમની ઇચ્છાનુસાર દાન આપી તે પ્રતાપી ઔદિચ્યોને ગૂર્જરભૂમિમાં સ્થાયી કરનાર નૃપતિ મૂળરાજે તેમને તામ્રપત્ર ઉપર દસ્તાવેજો કરી આપી, પોતાનું રાજ્ય પોતાના પાટવીકુંવરને પોતાની હયાતીમાં સોંપી પોતે પ્રાચીન તીર્થ સિદ્ધપુરમાં પોતાની પટરાણી સાથે તપશ્ચર્યા કરવા બેઠો. અહા ! શું ક્ષત્રીય રાજા મુળરાજની બ્રાહ્મણ ભક્તિ અને ધર્મ પર અચલ શ્રદ્ધા.
અે પ્રમાણે ઉત્તરમાંથી આવેલા અૌદિચ્યો, એ નામથી ઓળખાતા બ્રાહ્મણો આ ભૂમિ ઉપર સ્થાયી થઈને રહ્યા. તેમના વંશજોનું બ્રહ્મત્વપણાનું માન પાટણની ગાદી પર સોલકી અને વાઘેલા વંશનો ક્ષત્રીય નૃપતિ રહ્યા ત્યાં સુધી સંપૂર્ણ સચવાયું. દાનમાં મળેલા ગામો તેઓ ત્યા સુધી જ સાચવી શક્યો. બાદ માં આવેલા રાજવીઓના સમયમાં દિલ્હીના મુસલમાન બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર ચઢાઈ કરી રુદ્રમાળનો નાશ ક્યો. સવંત ૧૩૫૩માં આ ઘટના બની છે. અને મુસલમાન બાદશાહે બ્રાહ્મણો પાસેથી મુળરાજે આપેલાં ગામો પડાવી લીધાં. કેટલાકને મુસલમાન બનાવ્યા.જેને આપણે વ્હોરા કહીએ છીએ.


*અૌદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૩૨*
સિદ્ધપુર ના મુસ્લિમ વ્હોરા આપણાં વંશજો જ છે.મુસ્લિમ થયા પછી તેઅો ની વિવાહ વ્યવસ્થા ભોજન આચાર મુસ્લિમ થતા તેમનો સ્વીકાર પુન: ન કરાયો
શાસ્ત્ર માં કહ્યુ છે ....
गन्नार्थे ब्राह्मण अर्थ वा वर्णानां वापि सङ्करे।
गृहीबातां विप्रविश शस्त्रं धर्मव्यपेक्षया ।।
(बौधायन स्मृति २। २। ८०)
ગાય અને બ્રાહ્મણ ની રક્ષા માટે અને વર્ણસંકરતા થી પ્રજા ને બચાવવા માટે (કુલધર્મ ને ઉદ્ભાસિત કરતી વિવાહ વ્યવસ્થા ના રક્ષણ માટે ) બ્રાહ્મણ અને વૈશ્ય અે પણ શસ્ત્ર ગ્રહણ કરી લેવા જોઈએ
શુ આજે શાસ્ત્ર પ્રત્યે આપણી કુલ ની રક્ત શુદ્ધતા વર્ણસંકરતા થી કુલ ના રક્ષણ માટે આટલી શાસ્ત્ર શ્રદ્ધા બચી છે??? તેના પર વિચાર કરવાની જરુર છે.અેકતા ના નામ પર આપણે આપણી નાના નાના સમાજોમાં વહેચાયેલી સ્થિર વિવાહ વ્યવસ્થા તોડી રહ્યા છીઅે.આવનાર સમય માં સમાજ નુ અસ્તિત્વ જ નહી રહે અંતે કોણ સાચે જ શુદ્ધ બ્રાહ્મણ છે કે કેમ તે જાણી જ નહી શકાય.અંત માં બ્રાહ્મણ વર્ણ નો નાશ થશે આ વિષય પર સમાજ ના વિદ્ધાન શાસ્ત્રી આચાર્ય અે વિચારવુ જોઈએ.
ગીતા માં કહ્યુ છે કે....
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः।।1.41।।
ગઈકાલ ની વિદુષી બ્રાહ્મણ ની દીકરીઅો અને આજ ની બ્રાહ્મણ દીકરીઅો પર જરા નજર કરવાની જરુર છે.આજે આપણા સમાજ ની બ્રાહ્મણ ની દીકરીઅો આંતરજાતીય વિવાહ હોંશે હોંશે કરી રહી અને દીકરીની અછતમાં કે ગાંધર્વ વિવાહ માં આપણા બ્રાહ્મણ સમાજ ના દીકરા પણ અન્ય જાતિ માં વિવાહ કરી રહ્યા છે અંતે સમાજ વર્ણસંકરતા ની ચપેટમાં જઈ રહ્યો છે
બ્રાહ્મણ તરીકે નુ આચારણ તો દુર રહ્યુ આજે આપણે અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યા છીઅે.
ગીતામાં કહ્યુ છે...
सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः।।1.42।
દીકરી સાથે સાથે માતા પિતા પણ સગા હાથે અન્ય જાતિ માં કન્યાદાન કરી આ ઘોર પાપ માં ભાગીદાર થાય છે તે વિવાહ માં ઉપસ્થિત રહેનાર સમાજ વિવાહ કરાવનાર કુલાચાર્ય પણ ઘોર પાપ ના ભાગીદાર બની રહ્યા છે ત્યારે આજે સમાજ ને જાગૃત થવા ની જરુર છે.
હવે આગળ જોઈઅે...

કેટલાક બ્રાહ્મણો ગામો છોડી ગરાસ છોડી, જુદી જુદી જગ્યાએ ચાલ્યા ગયા કેટલાક કોટા, જયપુર, મથુરા, બનારસ, સુરત, ભરૂચ, વડોદરા, માળવા, મેવાડ દક્ષિણમાં હૈદરાબાદ ઓરંગાબાદ, ભુસાવળ મધ્યપ્રદેશ આદિ હિંદ પ્રદેશમાં જઈને વસ્યા છે. જેઓના વંશજો હાલમાં ત્યાં સ્થાયી રહ્યા છે, અને ત્યાં ગુજરાતી અૌદિચ્યોના જ લાખ ઘર થઈ ગયા છે,આજે અે ૧૦૩૭ ભૂદેવોના વંશજોના જ લાખ ઘર થઈ ગયા છે, તે સઘળાના હાલમાં ત્રણ વિભાગ છે,

(૧) સિદ્ધપુર સંપ્રદાય પ૦૦
(૨) શિહોર સંપ્રદાય - ૫૦૦
(૩) ટોળકિયા ૩૭

ઉપર જણાવેલ ત્રણે વિભાગના સહસ્ત્ર ઔદિચ્યો મૂળે પંચગૌડમાંથી જ પ્રગટ થયા છે.કારણકે ઉત્તરભારતમાંથી આવેલા સઘળા બ્રાહ્મણો પંચગોડ હતા.

અૌદિચ્ય ટોળકીયા વડોદરા, સુરત, ભરૂચ તરફના કેટલાક વિભાગોમાં રહેલા છે. હાલમાં તે તરફ સિદ્ધપુર અને શિહોર સંપ્રદાય અંદર મળી ગયા છે. વળી સિદ્ધપુર-શિહોર સંપ્રદાય પણ એક બીજામાં ભળી જઈને એક બીજાની દીકરીઓ લેતા દેતા થયા હતા આથી તે પણ અંદર મળી ગયા છે.

જેટલા વેદ જાણતા હતા તે ઉપરથી દ્વિવેદી, બે વેદનું અધ્યન કરનાર, ત્રણ વેદનું અધ્યન કરનાર ત્રિવેદી, ત્રિપાઠી, યશ ક્રિયા કરનાર અગ્નિહોત્રીઓ, યાજ્ઞિક, જાની યશમાં આચાર્યપદ તે ઉપાધ્યાય, અધ્વર્યુ તરીકે ઓળખાયા.

અસ્તુ🙏


Comments

  1. Very good 👍 history of Brahmin.... Proud to being Brahmin

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ખુબજ સુંદર માહિતી, મને ગર્વ છે કે, હું બ્રાહ્મણ છું. અને વિશેષ રીતે હું ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ છું.

    ReplyDelete
  4. Bhai tmari lakheli vat ek Dm
    Sachi che. ...
    Hu pn mara itihash ni sodh ma khub bhatkyo pn kai Mel padyo nahi...
    Jo aap shinhor saprday vise kai Janta hoy to reply apjo
    Apno abhari rahish. ..

    ReplyDelete
  5. Mne grv che ke hu Bramham chu.....

    ReplyDelete
  6. પાકલીયા દવે નું પાકલા ગામ કયાં આવેલ છે

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. एक प्रश्न ए छे के जे ब्राह्मणों नो मुलराजे त्याग कर्यों, अने ए ब्राह्मणों के जैओ ने हुद्दड जोशीजी ना केहवा मुजबे बाणलिंग स्थापवा दीधा नहीं ए ब्राह्मणों नु शु थयु? ए ब्राह्मणों क्या छे शु छे एम्नो ए पछि नो इतिहास??

    ReplyDelete
  9. agar dan me diye 1039 gao ke namo ki list milti to hame bahut khusi hoti,,

    ReplyDelete
  10. આ મારા સમાજ નો સુંદર અને ગર્વ ભર્યો ઇતિહાસ જાણી ને ઘણો આનંદ આવ્યો છે.આભાર અને ટોટરીયા જોષી ના ઇતિહાસ ની કાઇ માહિતી મળે તો આપજો .અને બારોટ વિશે માહિતી હોય તો એ પણ આપજો

    ReplyDelete
  11. આ બધું આપે લખ્યું એની કોઈ રેફરન્સ બુકનું નામ આપી શકશો? મારે પીએચડી માટે જોઈએ છે જો બુક હોય તો એ અને નામ કે હોય તો આપો તો મને હેલ્પ થશે...

    ReplyDelete

Post a Comment