Posts

*ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ નો ઈતિહાસ ભાગ ૧* ગુર્જર ઈતિહાસ પંચાસર નગરીનું રાજ્ય :- ઈસ્વીસનના છઠ્ઠા સૈકામાં કચ્છના નાના રણને અડીને રૂપેણ નદીના કિનારે પંચાસર નગરમાં ચાવડા વંશના રાજપુત રાજાની રાજધાની હતી.જેના છેલ્લા રાજા જયશિખરી ચાવડા હતા.જયશિખરીની રાજ્ય સત્તા સમગ્ર ગુજરાત ઉપર હતી. રાજા અને પ્રજા સર્વ પ્રકારના વૈભવથી સુખી હતા. જેનું વર્ણન શંકર નામના ગુર્જર કવિએ દક્ષિણના કલ્યાણી નગરીના ભુવડ રાજા પાસે કર્યું.જેથી લોભાઈને ભુવડ રાજા ગુજરાત ઉપર ચડી આવ્યો. લડાઈમાં જયશિખરી રાજા હાર્યો અને માર્યો ગયો. પંચાસર નગરીને ભુવડ રાજાએ વેરવિખેર કરી નાખી. જયશિખરી મરાયાના સમાચાર જાણી તેની રાણી રૂપસુંદરી જે સગર્ભા હતી તે દુશ્મનના હાથમાં ન આવતાં તેના ભાઈ સુરપાળ સાથે જંગલમાં ગુપ્ત વેશે ચાલી ગઈ અને વનમાં પુત્રનો જન્મ આપ્યો વનમાં જન્મ થયો હોવાથી આ બાળકનું નામ વનરાજ રાખવામાં આવ્યું વનરાજ ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને જંગલના વનવાસી બાળકો સાથે હરતા ફરતા તેમાં અણહીલ નામના એક ભરવાડ બાળક સાથે તેની મિત્રતા બંધાઈ. અણહીલ ભરવાડ આ જંગલનો ભોમીયો હતો અને સાથે સાથે નીડર અને સાહસિક પણ હતો મામા સુરપાળે બન્ને બાળકોને ...